IPL 2024સ્પોર્ટસ

શ્રીલંકા સામે ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો

બેંગ્લુરૂઃ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપની 25મી મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ વર્લ્ડ કપમાં બંને ટીમોની આ પાંચમી મેચ છે. ઈંગ્લેન્ડે ચારમાંથી માત્ર એક જ જીત મેળવી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ શ્રીલંકાએ પણ ચારમાંથી ત્રણ મેચ હારી છે અને માત્ર એક જીતી છે. ઈંગ્લેન્ડ 16 વર્ષથી શ્રીલંકા સામે વિજયની રાહ જોઈ રહ્યું છે.

ઈંગ્લેન્ડ 16 વર્ષથી વન-ડે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે વિજયની રાહ જોઈ રહ્યું છે. ટીમની છેલ્લી જીત 1999માં થઈ હતી. ત્યારથી બંને ટીમો વચ્ચે ચાર મેચો (2007, 2011, 2015 અને 2019) રમાઈ અને તે તમામમાં ઈંગ્લિશ ટીમ હારી ગઈ. એટલે કે શ્રીલંકા છેલ્લી 4 મેચો સતત જીતી છે.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 78 વનડે રમાઈ છે. ઈંગ્લેન્ડે 38માં અને શ્રીલંકાએ 36માં જીત મેળવી હતી. ત્રણ મેચનું પરિણામ આવ્યું ન હતું અને એક ટાઈ થઇ હતી. ટૂર્નામેન્ટની વાત કરીએ તો બંને વચ્ચે અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે, જેમાં ઈંગ્લેન્ડે 6 અને શ્રીલંકાએ 5માં જીત મેળવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button