લંચ સુધીમાં જાડેજા-વૉશિંગ્ટનને બોલિંગ જ ન અપાઈ, ભારતને વિજય મળશે કે નહીં?

લંચ સુધીમાં જાડેજા-વૉશિંગ્ટનને બોલિંગ જ ન અપાઈ, ભારતને વિજય મળશે કે નહીં?

લંડનઃ 27મી જુલાઈએ મૅન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફર્ડમાં રવીન્દ્ર જાડેજા (અણનમ 107) અને વૉશિંગ્ટન સુંદર (અણનમ 101) 200-પ્લસ મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને ચોથી ટેસ્ટ ડ્રૉ કરાવવામાં સફળ રહ્યા હતા એવું આ છેલ્લી ટેસ્ટ મૅચમાં ન બને એવી કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓ આશા રાખતા હશે, કારણકે જો એવું બનશે તો ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી બ્રિટિશરોના હાથમાં જતી રહેશે.

તેમની પાસે પુષ્કળ સમય છે. હજી સોમવારનો પાંચમો દિવસ બાકી હોવાથી તેઓ બે-ત્રણ મોટી ભાગીદારીની મદદથી 374 રનનો લક્ષ્યાંક મેળવવા માટે પણ પ્રયાસ કરી શકે. લંચ (lunch) વખતે તેમનો સ્કોર 3/164 હતો અને તેમણે હજી બીજા 210 રન કરવાના બાકી હતી. જોકે નવાઈની વાત એ છે કે ઇંગ્લૅન્ડે બીજા દાવમાં હજી બે સ્પિનર રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરનો સામનો જ નથી કરવો પડ્યો.

https://twitter.com/BCCI/status/1951979246944948404



ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં તમામ 38 ઓવરમાં માત્ર ત્રણ ભારતીય પેસ બોલરની જ ભૂમિકા હતી. જાડેજા-વૉશિંગ્ટનને લંચ પહેલાં એક પણ ઓવર નહોતી અપાઈ. આકાશ દીપ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 13-13 ઓવર તથા મોહમ્મદ સિરાજે 12 ઓવર બોલિંગ કરી હતી.

લંચના બ્રેક વખતે જૉ રૂટ (Joe Root) 23 રને અને હૅરી બ્રૂક (Harry Brook) 38 રને દાવમાં હતા. બેન ડકેટ (54 રન), ઝૅક ક્રૉવ્લી (14 રન) અને કૅપ્ટન ઑલી પૉપ (27 રન) વિકેટ ગુમાવી બેઠા છે, પરંતુ ભારતને નડી શકે એવા હજી બીજા બે બૅટ્સમેન (જૅકબ બેથેલ અને જૅમી સ્મિથ) બાકી છે. ક્રિસ વૉક્સ ઈજાગ્રસ્ત હોવાથી બૅટિંગ કદાચ ન પણ કરે, પણ ગસ ઍટક્નિસન અને જૅમી ઑવર્ટન પણ પોતાની ટીમને થોડાઘણા રનનું યોગદાન આપી શકે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button