સ્પોર્ટસ

ઈંગ્લેન્ડે ભારતના પ્રવાસ માટે મારી પસંદગી કરી થોડું જોખમ લીધું છે પરંતુ હું તૈયાર છું: હાર્ટલે

લંડન: યુવા સ્પિનર ટોમ હાર્ટલીને લાગે છે કે ઇંગ્લેન્ડે તેને ભારતના ટેસ્ટ પ્રવાસ માટે ટીમમાં પસંદ કરીને થોડું જોખમ ઉઠાવ્યું છે પરંતુ તેણે કહ્યું હતું કે પરિસ્થિતિ તેની બોલિંગને અનુરૂપ હશે અને તે ટીમની અપેક્ષા પુરી કરવાનો પ્રયાસ કરશે. ઇંગ્લેન્ડે ગયા હૈદરાબાદમાં ૨૫ જાન્યુઆરીથી શરૂ થનારી ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની સીરિઝ માટે તેમની ૧૬ સભ્યોની ટીમમાં ‘અનકેપ્ડ’ હાર્ટલીનો સમાવેશ કર્યો હતો. આ ૨૪ વર્ષીય ખેલાડીએ ‘પીએ ન્યૂઝ એજન્સી’ને કહ્યું હતું કે “ભારતની સ્થિતિ ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓથી સંપૂર્ણપણે અલગ હશે. તેઓએ ખરેખર જોયું છે કે ભારતમાં શું કામ કરે છે. તેણે કહ્યું હતું કે એ જોઈને સારું લાગે છે કે તેઓ સમજે છે કે ભારત ગયા પછી હું સારો બોલર બની શકીશ. જ્યારે લોકો તમારા પર આ પ્રકારનો વિશ્ર્વાસ રાખે છે ત્યારે તે અદ્ભૂત લાગે છે. હાર્ટલીએ કહ્યું હતું કે “મને લાગે છે કે આ વિશ્ર્વાસ મારો આત્મવિશ્ર્વાસ વધારશે અને હું ત્યાં બહાર જઈને સારું પ્રદર્શન કરવા માટે ઉત્સુક છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button