ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કિરોન પોલાર્ડને બનાવ્યો આસિસ્ટન્ટ કોચ, ટી-20 વર્લ્ડકપ જીતવામાં કરશે મદદ
લંડન: વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ ઈંગ્લેન્ડને ટી-20 વર્લ્ડ કપ 2024 જીતવામાં મદદ કરશે. વાસ્તવમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ 2024 માટે પોલાર્ડને ટીમનો સહાયક કોચ બનાવ્યો છે. કોચિંગ સ્ટાફમાં પોલાર્ડને સામેલ કરવાથી ઈંગ્લેન્ડની ટીમને સ્થાનિક પરિસ્થિતિઓનો વધુ સારો ફાયદો ઉઠાવવામાં મદદ મળશે.
વાસ્તવમાં આગામી ટી-20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડે તેના કોચિંગ સ્ટાફમાં ટી-20 નિષ્ણાતને સ્થાન આપ્યું છે. જે અહીંની સ્થાનિક પરિસ્થિતિઓથી પરિચિત છે.પોલાર્ડ 2012માં ટી-20 વર્લ્ડકપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ભાગ હતો. તેણે ટી-20 વર્લ્ડ કપ 2021માં વેસ્ટ ઈન્ડિઝની ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. તેણે વેસ્ટ ઇન્ડિઝ માટે કુલ 101 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ તે હજુ પણ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં રમે છે. ઉ