આયરલેન્ડ સામે વન-ડેમાં ઇગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, આઠ ઓવરમાં કર્યા આટલા રન

બ્રિસ્ટલ: અહીં રમાયેલી આયરલેન્ડ અને ઇગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ઇગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 31 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 280 રન બનાવ્યા હતા. દરમિયાન વરસાદ વરસ્યો હતો. બાદમાં વરસાદના કારણે મેચને પરિણામ વિના જ રદ કરી દેવામાં આવી હતી.
આ મેચમાં ઇગ્લેન્ડનો બેટ્સમેનોએ ખૂબ જ આક્રમક બેટિગં કરી હતી. ઇગ્લેન્ડનો ઓપનરો આયરલેન્ડના બોલરો પર તૂટી પડ્યા હતા.
ટીમના ઓપનર ફિલ સોલ્ટ અને વિલ જેક્સે એટલી તોફાની બેટિંગ કરી કે ટીમના 100 રન માત્ર આઠ ઓવરમાં એટલે કે 48 બોલમાં પૂરા થઈ ગયા.
જો આપણે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 રન પૂરા કરવાની વાત કરીએ તો આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે, ન્યૂ ઝીલેન્ડે વર્ષ 2015માં શ્રીલંકા સામે 39 બોલમાં 100 રન બનાવ્યા હતા. ઇગ્લેન્ડ આ રેકોર્ડને તોડી શક્યું નહી, પરંતુ ઇગ્લેન્ડે વન-ડે ઇતિહાસમાં સૌથી ઝડપી 100 રન પૂરા કર્યા હતા.
ચક દે ભારત અભિનંદન…….