સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-20 મેચ માટે ઇગ્લેન્ડે જાહેર કરી પ્લેઇંગ ઇલેવન, ત્રણ ખેલાડીઓ કરશે ડેબ્યૂ

લંડનઃ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરીઝની શરૂઆત બુધવારથી થઇ રહી છે. સીરિઝની પ્રથમ મેચ સાઉથમ્પટનમાં રમાશે. ઈંગ્લેન્ડે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ટીમની જાહેરાત કરતી વખતે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ટીમના ત્રણ ખેલાડીઓ પહેલી જ મેચમાં ટી-20માં ડેબ્યૂ કરશે.

ઈંગ્લેન્ડ તરફથી વિકેટકીપર બેટ્સમેન જોર્ડન કોક્સ, જેમી ઓવરર્ટન અને ઓલરાઉન્ડર જેકબ ગ્રેહામ ડેબ્યુ કરશે. ધ હન્ડ્રેડમાં જોર્ડન કોક્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સાત મેચમાં 214 રન કર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં તેની એવરેજ 42.80 હતી. કાઉન્ટીમાં એસેસક્સ તરફથી રમતી વખતે તેણે હેમ્પશાયર સામે 141 રનની ઇનિંગ રમી હતી. કોક્સે 123 ટી20 મેચમાં 2598 રન કર્યા હતા.

ઓવરટર્નને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં તક આપવામાં આવી છે. તેના સિવાય સેમ કુરન ટીમનો બીજો ઓલરાઉન્ડર છે. ઓવરર્ટન તેની પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચરથી પીડિત છે, તેથી તે માત્ર બેટ્સમેન તરીકે જ રમશે. જ્યારે જોફ્રા આર્ચર, સાકિબ મહમૂદ અને રીસ ટોપલે ફાસ્ટ બોલર તરીકે રમતા જોવા મળશે. આદિલ રાશિદ ટીમનો એકમાત્ર સ્પિનર હશે. મહેમૂદ બે વર્ષ પછી ટી-20માં જોવા મળશે.

ટીમના કોચ કાર્યકારી કોચ માર્કસ ટ્રેસ્કોથિક હશે. ટીમનો નવો બ્રેન્ડન મેક્કુલમ આવતા વર્ષે જાન્યુઆરીથી આ જવાબદારી સંભાળશે. બંને ટીમો વચ્ચે બીજી ટી-20 13 સપ્ટેમ્બરે કાર્ડિફમાં અને ત્રીજી ટી-20 15 સપ્ટેમ્બરે ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે.
ઇગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
ફિલ સોલ્ટ, વિલ જેક્સ, જોર્ડન કોક્સ, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, સેમ કુરન, જેમી ઓવરર્ટન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, સાકિબ મહમૂદ અને રીસ ટોપલે.

Show More

Related Articles

Back to top button
સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને