Eng vs Aus: પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન જાળવી રાખવા ઓસ્ટ્રેલિયાના જીવ પર આવશે …. | મુંબઈ સમાચાર
IPL 2024સ્પોર્ટસ

Eng vs Aus: પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન જાળવી રાખવા ઓસ્ટ્રેલિયાના જીવ પર આવશે ….

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડકપ 2023ની ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે 36મી મેચમાં રમાઈ રહી છે અને આ મેચમાં ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયા 286 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા આજે પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે મરણિયો પ્રયાસ કરશે, એવી શંકા વ્યક્ત કરાઈ રહી છે.

આજની અમદાવાદ ખાતે રમાઈ રહેલી મેચમાં મરનુસ લબુસચગનેએ 83 બૉલ રમી 71 રન, કેમરન ગ્રીને 52 બૉલનો સામનો કરી 47 અને સ્ટીવ સ્મિથે 52 બોલમાં 44 રન કરી ટીમને પડકારજનક સ્કોર કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

ઈંગ્લેન્ડના બોલરોની વાત કરીએ તો ક્રિસ વોકસે 54 રન આપીને 4 વિકેટ ઝડપી માર્ક વૂડ 70 રન આપી 2 વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમે તેની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડ સામે પાંચ રનથી રોમાંચક જીત નોંધાવી હતી. હવે તે આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ઈંગ્લેન્ડ છ મેચમાં બે પોઈન્ટ સાથે ટેબલના તળિયે સંઘર્ષ કરવાનું ચાલુ રાખશે અને ઓસ્ટ્રેલિયા સામેની હાર સાથે સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.

સંબંધિત લેખો

Back to top button