નવી દિલ્હીઃ અહીંના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની 13મી વનડે મેચમાં અફઘાનિસ્તાને અપસેટ સર્જયો છે, જેમાં ઇંગ્લેન્ડને 69 રને હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે.
અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડ કપની સૌથી મજબૂત ટીમ ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો છે. વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમને 69 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાનની ટીમ છઠ્ઠા નંબરે પહોંચી ગઈ છે. 40.3 ઓવરમાં ઈંગ્લેન્ડની ટીમ 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ઇંગ્લેન્ડ વતીથી હેરી બ્રુકે 61 બોલમાં 66 રને નોંધપાત્ર રન માર્યા હતા, જ્યારે તેના સિવાય ડેવિડ મલને 39 બોલમાં 32 રન, જ્યારે આદિલ રસિદે 13 બોલમાં 20 રન કર્યા હતા.
અફઘાનિસ્તાનના બોલરમાં મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે બીજા સ્પેલ પહેલા એટલે 20 ઓવર પછી ઈંગ્લેન્ડે તબક્કાવાર વિકેટ ગુમાવતા હાર્યું હતું.
ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને રહેમાનુલ્લાહ ગુરબાઝના 57 બોલમાં 80 રન, ઇકરામ અલી ખિલના 58 રન અને મુજીબ ઉર રહેમાનના 16 બોલમાં 28 રનની મદદથી ઈંગ્લેન્ડને 285 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઈનિંગમાં અફઘાનિસ્તાને પહેલી વિકેટ 114 રનમાં ગુમાવી દીધી હતી, પરંતુ મિડલ ઓર્ડરના ફ્લોપને કારણે ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. ઈંગ્લેન્ડ માટે આદિલ રાશિદે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં માત્ર 42 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. પહેલી ઈનિંગમાં ઇંગ્લેન્ડ સામે 49.5 ઓવરમાં 10 વિકેટે અફઘાનિસ્તાન સામે 284 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડ 215 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને