ચૂંટણી પંચે શમીને SIRની સુનવણી માટે હાજર થવા નોટીસ પાઠવી! જાણો શું છે કારણ

કોલકાતા: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઘણા સમયથી ટીમની બહાર છે. ચર્ચા થઇ રહી છે કે BCCI તેની ઉપેક્ષા કરી રહ્યું છે, ટીમમાં સિલેકશન ન થવા પર શમી પોતે પણ નારજગી વ્યક્ત કરી ચુક્યો છે. હાલ તે વિજય હજારે ટ્રોફીમાં પશ્ચિમ બંગાળની ટીમ તરફથી રમી રહ્યો છે. એવામાં ચૂંટણી પંચે શમી અને તેના ભાઈને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ ચાલી રહેલી સુનાવણી માટે હાજર રહેવા માટે નોટિસ પાઠવી છે.
અહેવાલ મુજબ દક્ષિણ કોલકાતાના જાધવપુર વિસ્તારમાં આવેલી કાર્તજુ નગર સ્કૂલ તરફથી સોમવારે મોહમ્મદ શમી અને તેના ભાઈ મોહમ્મદ કૈફને સત્તાવાર રીતે નોટિસ પાઠવવામાં આવી આવી હતી.
આ કારણે પાઠવવામાં આવી નોટીસ:
નોંધનીય છે કે મોહમ્મદ શમી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) ના વોર્ડ નંબર 93 માં મતદાર છે, જે રાશબિહારી વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત આવે છે. શમીએ ગણતરી ફોર્મ યોગ્ય રીતે ભર્યું ન હતું. શમીને 9 થી 11 જાન્યુઆરી વચ્ચે સુનવણી માટે હાજર રહેવા કહેવામાં આવ્યું છે.
અહેવાલ મુજબ શમીને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી, તે રાજકોટમાં વિજય હજારે ટ્રોફીની મેચ રમી રહ્યો હોવાથી, ગઈ કાલે સોમવારે નિર્ધારિત સુનાવણી માટે હાજર રહી શક્યો ન હતો.
ક્રિકેટ માટે ઉત્તરપ્રદેશથી પશ્ચિમ બંગાળ આવ્યો:
નોંધનીય છે કે શમી મૂળ ઉત્તર પ્રદેશનો છે, પરંતુ ક્રિકેટની ટ્રેનીંગ માટે તે બાળપણથી જ કોલકાતા આવી ગયો હતો. કોલકાતામાં તેણે ક્રિકેટ કોચ સંબરન બેનર્જી પાસે ટ્રેનીંગ મેળવી. તે બંગાળના મોહન બાગાન ક્રિકેટ કપમાં પણ રમ્યો અને બંગાળ અંડર-22 ટીમમાં સ્થાન મેળવ્યું. ત્યાર બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા પ્રદર્શનની મદદથી નેશનલ ટીમમાં સ્થાન મેળવ્યું.



