સ્પોર્ટસ

ઇડીએ આ બે નામાંકિત ક્રિકેટરોની આટલા કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચ મારી

નવી દિલ્હીઃ એન્ફૉર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ ગેરકાનૂની ઑનલાઇન (Online Betting) સટ્ટાબાજીને લગતા પ્લૅટફૉર્મ સાથે સંકળાયેલા કાંડ સંબંધમાં બે ભૂતપૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના (Raina) અને શિખર ધવન (Dhawan)ની કુલ 11.14 કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચ મારી છે.

ઇડી (ED)એ આ કાર્યવાહી પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ કરવામાં કરી છે. ઇડી દ્વારા જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિમાંથી સુરેશ રૈનાની મ્યૂચ્યુઅલ ફંડની 6.64 કરોડ રૂપિયાની મિલકત તથા શિખર ધવનની 4.50 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતનો સમાવેશ છે.

આ પણ વાંચો: ઇડીએ ઉથપ્પા પછી હવે યુવરાજને પૂછપરછ માટે બોલાવ્યોઃ જાણો, શું છે આખો મામલો

શું છે આખો મામલો

ઇડીની તપાસ અનેક રાજ્યોમાં પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆર પર આધારિત છે. આ તપાસ 1×Bet નામના ઑનલાઇન સટ્ટાકાંડ સાથે સંકળાયેલા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મની છે. તપાસમાં જાણવા મળ્યું છે કે 1×Bet અને 1×Bet સ્પોર્ટિંગ લાઇન્સ દ્વારા ભારતમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ઑનલાઇન સટ્ટાબાજી તથા જુગારનો પ્રચાર થઈ રહ્યો હતો. ઇડીના જણાવ્યા મુજબ સુરેશ રૈના અને શિખર ધવને વિદેશી કંપનીઓ સાથે મળીને આ પ્લૅટફૉર્મનો પ્રચાર કર્યો હતો જેના બદલામાં તેમને વિદેશી પેમેન્ટ માર્ગે વળતર મળ્યું હતું. આ પૈસા ગેરકાનૂની સટ્ટાબાજીથી કમાવેલા હતા જેની ઓળખ છુપાવવા માટે જટિલ પ્રકારની લેતી-દેતી થઈ હતી.

આ પણ વાંચો: પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાને ઇડીનું સમન્સ, જાણો શું છે મામલો?

તપાસમાં શું બહાર આવ્યું

1×Bet પ્લૅટફૉર્મ દ્વારા ભારતમાં હજારો બનાવટી બૅન્ક ખાતા મારફત પૈસાની લેતી-દેતી થતી હતી. અત્યાર સુધીમાં આવા 6,000 જેટલા બનાવટી ખાતા બહાર આવ્યા છે. ભારતમાં પેમેન્ટ માટેના અનેક માધ્યમો કેવાયસી વેરિફિકેશન વિના જ ચાલતા હતા. આ કાંડમાં કુલ મળીને અંદાજે 1,000 કરોડથી પણ વધુ મૂલ્યના કાળા નાણાને ધોળા કરવામાં આવ્યા હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button