ઇરફાન પઠાણ પરના પ્રતિબંધ પાછળની વિગતો બહાર આવી…કૉમેન્ટરીમાં તે કોહલી વિશે ખૂબ ઘસાતું બોલ્યો હતો

મુંબઈઃ કૉમેન્ટેટરનું કામ ટીવી દર્શકો સુધી મૅચની ઝીણી-ઝીણી વિગતો, આંકડા તેમ જ રસપ્રદ જાણકારી પહોંચાડવાનું હોય છે, પરંતુ જ્યારે કોઈ કૉમેન્ટેટર ટીકાત્મક ટિપ્પણી કરવાને બદલે કોઈને અંગત રીતે નિશાન બનાવીને હદ બહાર ઘસાતું બોલે એટલે બ્રૉડકાસ્ટરની નજરમાં આવી જાય અને ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણ (Irfan Pathan) વિશે આવું જ બન્યું છે.
તાજેતરમાં કૉમેન્ટેટર્સની પૅનલમાંથી તેની હકાલપટ્ટી કરવામાં આવી એની પાછળનું કથિત કારણ એ છે કે તેણે મહાન ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) સહિતના કેટલાક ખેલાડીઓને ટાર્ગેટ બનાવીને તેમની હદ બહાર ટીકા કરી હતી.
ઇરફાન પઠાણે 2020માં ખેલાડી તરીકે નિવૃત્તિ લીધી ત્યાર બાદ તે વિવિધ ફૉર્મેટની ક્રિકેટની ઇવેન્ટ વખતે હિન્દી અને અંગ્રેજીમાં કૉમેન્ટરી આપતો રહ્યો છે. જોકે આ વખતની આઇપીએલ (IPL) માટેના કૉમેન્ટેટર્સની પૅનલમાં તેનો સમાવેશ નથી કરવામાં આવ્યો.
એક્સ' પર કેટલાક યુઝર્સે ફરિયાદ કરી છે કે ઇરફાને અમુક દિવસે વિરાટ કોહલી સહિત કેટલાક ચાવીરૂપ ખેલાડીઓની
આકરા શબ્દોમાં’ ટીકા કરી એટલે તેને કૉમેન્ટેટર્સની પૅનલમાં સામેલ નથી કરવામાં આવ્યો.
આપણ વાંચો: વિરાટ કોહલી વિશે ઇરફાન પઠાણની ચોંકાવનારી કમેન્ટ
બીસીસીઆઇએ ઇરફાન પઠાણની બાદબાકી વિશે સત્તાવાર નિવેદન નથી આપ્યું, પરંતુ પાંચ વર્ષ પહેલાંનો એક વીડિયો ફરી વાઇરલ થયો છે. આ વીડિયો ભારતીય ટીમના ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસને લગતો છે જેમાં કોહલી ઑફ સ્ટમ્પની બહારના બૉલને અડવા જતાં કૅચ આપતો રહ્યો અને ક્રીઝ પર ખૂબ સંઘર્ષ કરતો રહ્યો એ વિશે ઇરફાને કોહલીની ખૂબ ટીકા કરી હતી.
ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકર અને ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર પણ ખેલાડીઓની ટીકા કરતા હોય છે, પણ ક્રિકેટચાહકોનું કહેવું છે કે ઇરફાને કોહલી વિશે કંઈક વધુ પડતું કહી નાખ્યું એટલે તે નજરમાં આવી ગયો.
ઇરફાન પઠાણે `સીધી બાત વિથ ઇરફાન પઠાણ’ ટાઇટલવાળી યુટ્યૂબ ચૅનલમાં પણ ઘણું ઘસાતી ટિપ્પણીઓ કરી જેને કારણે પણ બીસીસીઆઇ સાથે તેના સંબંધો બગડ્યા હોવાનું મનાય છે.
બીસીસીઆઇ સાથે સંકળાયેલા એક સૂત્રનું કહેવું છે કે ઇરફાન સોશિયલ મીડિયાના પ્લૅટફૉર્મ્સ પર (કોહલી સહિતના) જાણીતા ખેલાડીઓના નામ લીધા વગર તેમના વિશે આકરી ટિપ્પણી કરતો રહ્યો એ પણ આઇપીએલ માટેની પૅનલમાંથી તેની બાદબાકી માટેનું એક કારણ મનાય છે.
ભૂતકાળમાં કયા કૉમેન્ટેટર પર પ્રતિબંધ મુકાયો હતો?
(1) 2016માં હર્ષા ભોગલેને આઇપીએલની શરૂઆતના ગણતરીના દિવસો પહેલાં પત્ર મોકલવામાં આવ્યો હતો જેમાં તેમને કૉમેન્ટેટર્સની પૅનલમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું.
ત્યારે હર્ષા ભોગલે (Harsha Bhogle)એ આઇપીએલના ડ્રાફ્ટ ઑક્શનના સમારોહનું સંચાલન કર્યું હતું, આઇપીએલને લગતા પ્રમોશનલ વીડિયોમાં ભૂમિકા ભજવી હતી અને પ્રૉડકશન હાઉસ દ્વારા તેમની ફ્લાઇટની ટિકિટો બુક કરાવવામાં આવી હતી એમ છતાં તેમના (હર્ષા ભોગલે) પરનો પ્રતિબંધ જાહેર કરાયો હતો.
કહેવાય છે કે 2016ના માર્ચમાં નાગપુરમાં ટી-20 વર્લ્ડ કપની મૅચ વખતે હર્ષા ભોગલેની વિદર્ભ ક્રિકેટ અસોસિયેશનના એક અધિકારી સાથે ખૂબ દલીલબાજી થઈ હતી અને એને પગલે (બીસીસીઆઇએ કેટલાકના મંતવ્યો મગાવ્યા બાદ) ભોગલે પરનો બૅન જાહેર કર્યો હતો.
આપણ વાંચો: ઇરફાન પઠાણે યુનિસને 2006ની સાલ જેવા જ બૉલમાં આઉટ કરી દીધો! પાકિસ્તાની કૅપ્ટનના હોશકોશ ઉડાડી દીધા
જોકે કહેવાય છે કે ત્યારે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે હું ઘણી વાર કૉમેન્ટરી સાંભળું છું. હર્ષા ભોગલે બીજા બધા પ્લેયર્સ વિશે બોલતા રહેતા હોય છે, પણ ભારતીય ખેલાડીઓ વિશે ઘણું ઓછું બોલતા હોય છે.
' એમએસ ધોનીએ બચ્ચનના ટવીટના ટેકામાં
મારે આમાં વધુ કંઈ કહેવા જેવું નથી’ એવું જણાવ્યું હતું. ભોગલેએ ફેસબુક પર જવાબમાં `અમે કૉમેન્ટેટર્સ પક્ષપાતી નથી હોતા’ એવું લખ્યું હતું.
(2) 2019ના વર્લ્ડ કપ વખતે ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે (Sanjay Manjrekar) ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા વિશે જાહેરમાં જે કમેન્ટ કરી હતી એ બદલ બીસીસીઆઇએ 2020માં કૉમેન્ટરી-પૅનલમાં માંજરેકરના નામ પર ચોકડી મૂકી દીધી હતી. માંજરેકરે ત્યારે આવી કમેન્ટ કરી હતીઃ જાડેજાની કોઈ અસાધારણ પ્રતિભા નથી, તે ઠીક-ઠીક કહી શકાય એવો ખેલાડી છે.
' જાડેજાએ ત્યારે વળતી ટિપ્પણીમાં જણાવ્યું હતું કે
હું તમારા કરતાં બમણી મૅચો રમ્યો છું અને હજીયે રમી રહ્યો છું. જે લોકોએ કંઈક સિદ્ધિ મેળવી હોય તેમનું માન રાખતા શીખો. તમારા બફાટ વિશે મેં ઘણા પાસેથી સાંભળ્યું છે.’
આપણ વાંચો: ઇરફાન પઠાણે આઠમી ઍનિવર્સરીએ પહેલી વાર પત્નીનો ચહેરો બતાડ્યો
માંજરેકરને ત્યારે પોતાની ભૂલ સમજાઈ હતી અને તેમણે જાડેજાને અપ્રતિમ તથા પ્રતિભાશાળી ખેલાડી તરીકે ઓળખાવવાની સાથે બીસીસીઆઇને મોકલેલી ઇમેઇલમાં પોતાની કમેન્ટ બદલ માફી માગી હતી અને 2021ની આઇપીએલ માટેની કૉમેન્ટેટર્સની પૅનલમાં પોતાને ફરી સમાવવાની વિનંતી કરી હતી. 2019માં કૉમેન્ટેટરી બૉક્સમાં માંજરેકરની હર્ષા ભોગલે સાથે બોલાચાલીનો કિસ્સો પણ બન્યો હતો.
(3) 2006માં સાઉથ આફ્રિકાની શ્રીલંકા સામેની ટેસ્ટ મૅચ દરમ્યાન ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડીન જોન્સે (Dean Jones) કૉમેન્ટેટર તરીકે સાઉથ આફ્રિકાના બૅટર હાશિમ અમલાને આતંકવાદી' તરીકે ઓળખાવ્યો હતો. અમલાએ જ્યારે કુમાર સંગકારાનો કૅચ પકડ્યો ત્યારે ડીન જોન્સ બોલ્યા,
જુઓ, આ ટેરરિસ્ટે વધુ એક વિકેટ અપાવી.
‘ હાશિમ અમલા ભારતીય મૂળનો છે અને મૂળ મુસ્લિમ અન્સારી પરિવારનો છે. તેના વિશેની આ ટિપ્પણીને પગલે `ટેન સ્પોર્ટ્સે’ ડીન જોન્સને પૅનલમાંથી કાઢી મૂક્યા હતા.
(4) નવજોતસિંહ સિધુ (Navjot Singh Sidhu) કૉમેન્ટરી દરમ્યાન શેર-ઓ-શાયરી' માટે પ્રખ્યાત છે. ઘણાને તેમની ટિપ્પણીઓ મનોરંજક લાગે છે તો કેટલાકને અતિરેક લાગે છે.
ભૂતકાળમાં એક વાર તેમણે બાંગ્લાદેશી ક્રિકેટરોની વધુ પડતી ટીકા કરી એને પગલે આઇસીસીએ સિધુને કૉમેન્ટેટર્સની પૅનલમાંથી દૂર કાઢી નાખ્યા હતા. એને પગલે સિધુ
ધ કપિલ શર્મા શો’માં આવ્યા હતા અને થોડા વર્ષો બાદ એમાં તેમના કેટલાક રાજકીય નિવેદનો બદલ એમાંનો તેમનો કૉન્ટ્રૅક્ટ રદ કરાયો હતો.