મુંબઈ: ક્રિકેટર બનવા સુધીની સફર જરાય આસાન નથી. ટેલન્ટ હોવાની સાથે તનતોડ મહેનત કરવી પડે, વારંવારના પ્રવાસોને કારણે થાક પણ ખૂબ લાગે, ઈજા થવાની ચિંતા રહે, ફિટનેસ જાળવવી પડે અને ઉપલા સ્તર સુધી પહોંચવા વગ પણ હોવી જરૂરી છે. એક વાર ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ખેલાડી બની ગયા પછી પણ ફોર્મ અને ફિટનેસ જાળવવા પણ અત્યંત આવશ્યક હોય છે.
જોકે એ સાથે ધીકતી કમાણી પણ થઈ શકે છે.
મુંબઈના પ્રથમ કક્ષાના એટલે કે રણજી ટ્રોફી સહિતની ફર્સ્ટ કલાસ ક્રિકેટના પ્લેયરો માટે ગુડ ન્યૂ્ઝ છે. ૨૦૨૪-‘૨૫ની આગામી સીઝનથી મુંબઈ ક્રિકેટ અસોસીએશન (એમસીએ) પુરુષોની સિનિયર ટીમ માટેની મૅચ-ફીમાં ૧૦૦ ટકાનો વધારો કરશે. આ મુજબ, આ ટીમના પ્રત્યેક ખેલાડીની કમાણી આગામી સીઝનથી બમણી થઈ જશે.
બીસીસીઆઈની મૅચ-ફીને લગતા ફોર્મેટ મુજબ સિનિયર લેવલના ખેલાડીઓને આ પ્રમાણે ત્રણ કેટેગરી હેઠળ પેમેન્ટ મળે છે: સીઝનમાં ૪૦થી વધુ ફર્સ્ટ ક્લાસ મૅચ રમનાર પ્લેયરને એક દિવસ રમવાના ૬૦,૦૦૦ રૂપિયા મળે છે. ૨૧થી ૪૦ મૅચ રમનારને એક દિવસ રમવાના ૫૦,૦૦૦ રૂપિયા અને ૨૦થી ઓછી મૅચ રમનારને એક દિવસ રમવાના ૪૦,૦૦૦ રૂપિયા મળે છે. જોકે હવે આ રકમ આગામી સીઝનથી બમણી થઈ જશે.
રણજી ચેમ્પિયન મુંબઈનો ઓપનિંગ બૅટર ભુપેન લાલવાની ૨૦૨૩-‘૨૪ની સીઝનમાં ૧૦ મૅચ રમ્યો એટલે તેને મૅચ-ફી તરીકે ૧૭.૨૦ લાખ રૂપિયા મળશે. જો ૧૦૦ ટકા વધારાનો નિયમ વીતેલી સીઝનથી જ લાગુ કરાયો હોત તો તેને ૩૪.૪૦ લાખ રૂપિયા મળવાના હોત.
થોડા દિવસ પહેલા મુંબઈ રણજી ચેમ્પિયન બન્યું ત્યારે બીસીસીઆઈની તોતિંગ પ્રાઈઝ-મની જાહેર થવા ઉપરાંત એમસીએ દ્વારા પોતાના ખેલાડીઓ માટે પાંચ કરોડ રૂપિયાની પ્રાઈઝ-મની જાહેર કરવામાં આવી હતી.
થોડા સમય પહેલાં સુનીલ ગાવસકરે ક્રિકેટ બોર્ડને સૂચન કર્યું હતું કે રણજી ટ્રોફીની મૅચ-ફી બમણી કે ત્રણ ગણી કરાશે તો વધુ પ્લેયરો રણજી રમવા પ્રેરાશે અને એ મેચો રમવાનું ટાળતા ખેલાડીઓની સંખ્યા ઘણી ઓછી થઈ જશે.
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો
Discover the unique architectural and cultural themes of all 12 stations along the Mumbai-Ahmedabad Bullet Train route.