સ્પોર્ટસ

જૉકોવિચ મૅચ જીત્યો અને તેની દીકરીએ અનેકના દિલ જીતી લીધા, જાણો કેવી રીતે…

લંડનઃ પચીસમા ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ માટે અહીં વિમ્બલ્ડનમાં ઝઝૂમી રહેલો સર્બિયાનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચ શનિવારે અહીં ત્રીજા રાઉન્ડમાં પોતાના જ દેશના માયોમીર કેચમૅનોવિચને સ્ટ્રેઇટ સેટમાં 6-3, 6-0, 6-4થી હરાવીને (વિમ્બલ્ડનમાં 100મી મૅચ જીતીને) ચોથા રાઉન્ડમાં પહોંચ્યો એ બદલ સેન્ટર કોર્ટના પ્રેક્ષકોએ તેને તાળીઓથી વધાવી લીધો હતો, પરંતુ વધુ તાળી જૉકોવિચની દીકરી માટે પડી હતી.

વાત એવી છે કે સાત વર્ષની ટૅરા જૉકોવિચે તેના ડૅડીની મૅચ બાદ ડાન્સ કરીને સૌને ખુશ કરી દીધા હતા. ટૅરા જૉકોવિચનો આ વિક્ટરી ડાન્સ હતો અને તે હજારો પ્રેક્ષકોમાં છવાઈ ગઈ હતી.

આપણ વાંચો: જૉકોવિચ વિમ્બલ્ડનમાં 99મી મૅચ જીત્યો અને 19મી વખત ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો

જૉકોવિચે 100મી મૅચ જીતી લીધી ત્યાર બાદ તેનો ઇન્ટરવ્યૂ લેનારે તેને થોડા સમયથી તે જે ડાન્સ (Dance) કરી રહ્યો છે એની ઝલક બતાવવાની વિનંતી કરી હતી.

https://twitter.com/RottenKnee23/status/1941574140768682209

જોકે જૉકોવિચે કહ્યું, હા, મેં મારા બાળકો સાથે પમ્પ ઇટ અપ સૉન્ગ પર ક્યારેક ડાન્સ કર્યો છે. મારી દીકરી એ સૉન્ગ પર બહુ સરસ ડાન્સ કરે છે. જુઓ, તે હમણાં જ કરી બતાવશે. તેને એ સૉન્ગ પર ડાન્સ કરવો ખૂબ ગમે છે.’ આવું કહીને જૉકોવિચે ક્રાઉડ તરફ જોઈને દીકરીને કહ્યું, ડાર્લિંગ, તું બધાને તારો ડાન્સ બતાવીશ.’ જૉકોવિચ બોલ્યો કે તરત જ કૅમેરા તેની દીકરી ટૅરા (Tara) પર તાકવામાં આવ્યો હતો. ટૅરાએ ડાન્સ કરીને બધાને ખુશ કરી દીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button