સ્પોર્ટસ

જૉકોવિચ ત્રીજા રાઉન્ડમાં, બે ભારતીય ખેલાડી જીત્યા: વિમ્બલ્ડન વિજેતા હારી

ન્યૂ યૉર્ક: યુએસ ઓપન ટેનિસમાં બુધવારે સર્બિયાનો નોવાક જૉકોવિચ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો. તેના જ દેશનો લૅસ્લો ડિયેરે પહેલા બન્ને સેટ 4-6, 4-6થી હાર્યા બાદ થર્ડ સેટમાં 0-2થી પાછળ હતો ત્યારે ઈજાને કારણે મૅચની બહાર થઈ જતાં જૉકોવિચને વધુ આસાનથી ત્રીજા રાઉન્ડમાં જવા મળી ગયું હતું.

મેન્સ ડબલ્સમાં ભારતનો એન. શ્રીરામ બાલાજી તથા યુકી ભાંબરી પોતપોતાની ડબલ્સની મૅચ જીતીને બીજા રાઉન્ડમાં ગયા હતા.
બાલાજીએ આર્જેન્ટિનાના જોડીદાર ગુઇડો આન્દ્રેઑઝીએ માર્કસ-મિગ્વેલની જોડીને 5-7, 6-1, 12-6થી હરાવી હતી. ભાંબરી અને અલ્બેનોએ રાયન-પૅટ્રિકને 6-3, 6-4થી હરાવી દીધા હતા.

મહિલાઓમાં આ વર્ષની વિમ્બલ્ડન વિજેતા બાર્બોરા ક્રેસિકોવા વર્ષનું સતત બીજું ગ્રૅન્ડ સ્લૅમ નહીં જીતી શકે. તેનો એલેના-ગૅબ્રિયેલા રુઝ સામે 4-6, 5-7થી પરાજય થયો હતો.

2012માં સેરેના વિલિયમ્સ વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ પછી યુએસ ઓપનનું ટાઇટલ પણ જીતી હતી. ત્યાર પછીના 12 વર્ષમાં ક્યારેય કોઈ મહિલા ખેલાડી એક જ વર્ષમાં ઉપરાઉપરી આ બે ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ નથી જીતી શકી.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો