સ્પોર્ટસ

કરાટેની વિશ્વ સ્પર્ધામાં મુંબઈના ગુજરાતી સ્પર્ધક દિવેશ ત્રિવેદીએ ગોલ્ડ જીતી લીધો

મુંબઈઃ જાપાન કરાટે ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા (જેકેએ ઇન્ડિયા)ની સુવર્ણ જયંતીના અવસરે તાજેતરમાં હૈદરાબાદમાં આયોજિત સિનિયર કરાટે ચૅમ્પિયનશિપમાં મુંબઈના દિવેશ ત્રિવેદીએ કાતા નામની કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
55-60 વર્ષની કૅટેગરીમાં ગુજરાતી સ્પર્ધક દિવેશ ત્રિવેદીએ તીવ્ર હરીફાઈ વચ્ચે નિર્ણાયક મુકાબલામાં હરીફ સામે વિજય મેળવીને સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો.

દિવેશ ત્રિવેદી પશ્ચિમ રેલવેમાં ઑપરેશન્સ ડિપાર્ટમેન્ટ, મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ચીફ ઑફિસ સુપરિન્ટેન્ડન્ટ છે. તેમણે 1985ની સાલમાં કરાટેમાં પ્રૅક્ટિસ શરૂ કરી હતી અને 1991માં કરીઅર શરૂ કર્યા બાદ 2005માં જેકેએમાં પ્રથમ ડૅન બ્લૅક બેલ્ટ એક્ઝામ પાસ કરી હતી. હાલમાં તેઓ જેકેએનો છઠ્ઠો ડૅન બ્લૅક બેલ્ટ ધરાવે છે.

Also read: યાનિક સિનર સતત બીજી વખત જીત્યો ઓસ્ટ્રેલિયન ઓપન: જર્મનીના એલેકઝાન્ડર ઝવેરેવને હરાવ્યો

હૈદરાબાદની સિનિયર કરાટે સ્પર્ધામાં કુમિતેમાં રામ તુંબાડેએ ગોલ્ડ તથા કાતામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
વિવિધ વર્ગની હરીફાઈઓ આ સ્પર્ધામાં યોજાઈ હતી જેમાં વિશ્વભરમાંથી કુલ 1,600 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
આ 1,600 સ્પર્ધકોમાં મહારાષ્ટ્રના કુલ 64 સ્પર્ધક હતા. અન્ય એક વર્ગમાં જય શાહ અન્ડર-14 કાતા કૅટેગરીની હરીફાઈમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે જિયાના શાહે અન્ડર-12 કુમિતેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button