અમદાવાદ: અહીં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સે યજમાન ગુજરાત ટાઇટન્સને છ વિકેટ અને 67 બૉલ બાકી રાખીને હરાવી આ સીઝનમાં ત્રીજી મૅચ જીતી લીધી હતી, જ્યારે ગુજરાત સાતમાંથી ચોથી મૅચ હાર્યું છે. દિલ્હીની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં સીધું નવમેથી છઠ્ઠે આવી ગઈ અને ગુજરાતની ટીમ સાતમા નંબરે ધકેલાઈ છે. દિલ્હીના છ પૉઇન્ટ સાથે -0.074નો રનરેટ અને ગુજરાતના છ પૉઇન્ટ સાથે -1.303નો રનરેટ છે.
આ મૅચ માટે વપરાયેલી પિચ વર્તમાન સીઝનમાં પહેલી જ વખત ઉપયોગમાં લેવાઈ હતી. રિષભ પંત (બે કૅચ, બે સ્ટમ્પિંગ, અણનમ 16 રન)ને મૅન ઑફ
દિલ્હીએ ગુજરાતને બૅટિંગ માટે આમંત્રણ આપ્યું જેમાં ગુજરાતની ટીમ આ સીઝનના જ નહીં, પણ આઇપીએલના ઇતિહાસમાં પોતાના લોએસ્ટ સ્કોર 89 રન પર ઑલઆઉટ થયું હતું અને પછી દિલ્હીએ 8.5 ઓવરમાં (53 બૉલમાં) ચાર વિકેટના ભોગે 92 રન બનાવીને વિજય મેળવ્યો હતો. ગુડગાંવના ઑલરાઉન્ડર સુમીત કુમારે (9 અણનમ, 9 બૉલ, બે ફોર) નવમી ઓવરમાં વિનિંગ ફોર ફટકારી હતી. કૅપ્ટન રિષભ પંત (16 અણનમ, 11 બૉલ, એક સિક્સર, એક ફોર) પણ છેક સુધી ક્રીઝ પર હતો.
ગુજરાતના સંદીપ વૉરિયરે બે તેમ જ રાશીદ ખાન અને સ્પેન્સર જૉન્સને એક-એક વિકેટ લીધી હતી. નૂર અહમદને 14 રનના ખર્ચ છતાં વિકેટ નહોતી મળી. એ પહેલાં, અચાનક સ્ટાર બની ગયેલો ઓપનર જેક ફ્રેઝર-મૅકગર્કે (20 રન, 10 બૉલ, બે સિક્સર, બે ફોર) આક્રમક શરૂઆત કરી હતી. પૃથ્વી માત્ર સાત રન બનાવીને આઉટ થયો હતો. ગુજરાતે દિલ્હીને સાવ આસાનીથી નહોતું જીતવા દીધું. અભિષેક પોરેલે પોતાના 15 રને અને શાઇ હોપે 19 રને વિકેટ ગુમાવી હતી.
એ પહેલાં, 2022માં ડેબ્યૂ કરીને ટાઇટલ જીતનાર અને 2023માં રનર-અપ બનનાર ગુજરાત ટાઇટન્સની ટીમનો 89 રનમાં વીંટો વળી ગયો હતો.
અફઘાનિસ્તાનના ઇન્ફૉર્મ પ્લેયર રાશીદ ખાને 24 બૉલમાં એક સિક્સર અને બે ફોરની મદદથી 31 રન બનાવ્યા એને બાદ કરતા ગુજરાતનો બીજો કોઈ બૅટર 15 રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. ‘આયારામ ગયારામ’ જેવું થયું હતું. ગુજરાતે 11મા રને પ્રથમ વિકેટ ગુમાવી અને સમયાંતરે વિકેટ પડતી રહી હતી. 30 રનમાં તો ચાર વિકેટ પડી ગઈ હતી જેમાં શુભમન ગિલ અને ડેવિડ મિલર જેવા મુખ્ય બૅટર સામેલ હતા. જેના પર વધુ ભરોસો હતો એ સાંઈ સુદર્શન 12 રને અને રાહુલ તેવટિયા 10 રને આઉટ થઈ ગયો હતો.
દિલ્હીના બોલર્સમાં મુકેશ કુમાર (2.3-0-14-3) સૌથી સફળ હતો. ઇશાંત અને સ્ટબ્સે બે-બે વિકેટ તથા ખલીલ અને અક્ષરે એક-એક વિકેટ લીધી હતી. કુલદીપને ચાર ઓવરમાં વિકેટ નહોતી મળી, પણ તેનો 4.00નો ઇકોનોમી રેટ ટીમમાં સૌથી નીચો હતો.
પરાજિત કૅપ્ટન ગિલે મૅચ પછી કહ્યું, ‘પિચમાં કંઈ જ ખરાબી નહોતી. હું, સાહા અને સાંઇ જે રીતે આઉટ થયા એમાં પિચની કોઈ કચાશ કાઢી ન શકાય. હરીફ ટીમને 90 રન જેટલો ટાર્ગેટ ચેઝ કરવા આપો તો જીતી જ જાયને. એ સંજોગોમાં અમારો કોઈ બોલરે ડબલ હૅટ-ટ્રિક લીધી હોત તો જ જીતી શકાય એમ હતું. હવે સેક્ધડ હાફમાં અમારે પાંચથી છ મૅચ જીતવી જ પડશે. ગયા બે વર્ષમાં અમે જેવું સારું રમ્યા હતા એવું રમી બતાડવું પડશે.’
Taboola Feed