ભારત-પાકિસ્તાન મેચ વચ્ચે છવાયો આફ્રિકાના બે નાના દેશોનો જાદુ: T20 સિરીઝમાં શું થયું?

એશિયા કપ 2025નો સૌથી રોમાંચક મેચ અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ખાતે શરૂ થઈ ચૂકી છે. આ મેચ ઓપરેશન સિંદૂર પછીનો પ્રથમ ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ છે. જેને લઈને દેશભરમાં ઉત્સાહની સાથે વિરોધનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો આ મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યા છે, જ્યારે અન્ય કેટલીક મેચો પણ ચર્ચામાં છે.
દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. બંને ટીમોએ પોતાની મેચોમાં જોરદાર જીત મેળવી હોવાથી ખેલાડીઓનો ઉત્સાહ ચરમસીમાએ છે. જોકે, ઓપરેશન સિંદૂર બાદ આ પ્રથમ મેચ હોવાથી રાજકીય અને સામાજિક વર્ગોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષી નેતાઓ અને કેટલાક પૂર્વ ક્રિકેટર્સે આ મેચના આયોજન પર સવાલ ઉઠાવ્યા છે.
આ પણ વાંચો: ભારત છેલ્લી ઘડીએ પાકિસ્તાન સામે રમવાની ના પાડી દે તો પણ સુપર-ફોરમાં પહોંચી શકે?
દેશભરમાં ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ થઈ રહ્યો છે, જેમાં વિપક્ષી નેતાઓ અને કેટલાક ચાહકો સરકારને સવાલ કરી રહ્યા છે કે જ્યારે બંને દેશો વચ્ચે રાજકીય તણાવ છે, તો ક્રિકેટ મેચ કેવી રીતે રમાઈ શકે? સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો આ મેચનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ મેચો જેવી કે ઈંગ્લેન્ડ-સાઉથ આફ્રિકાની T20 સિરીઝની ત્રીજી મેચ અને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહિલા ODI સિરીઝની પ્રથમ મેચમાં વધુ ચર્ચામાં આવી છે.
એસ્વાતિની-મોઝામ્બિકની ચર્ચા
આ તમામ સાથે આશ્ચર્યજનક રીતે આફ્રિકાના બે નાના દેશો એસ્વાતિની અને મોઝામ્બિક વચ્ચેની T20 સિરીઝ પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. આ બંને દેશોની ટીમો ક્રિકેટ જગતમાં ઓછી જાણીતી હોવા છતાં, તેમની પાંચ મેચોની T20 સિરીઝ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. એસ્વાતિનીએ 4-0થી આગળ છે અને પાંચમી મેચમાં મોઝામ્બિકને હરાવી સિરીઝમાં ક્લીન સ્વીપ જીતવા માગે છે. 13 સપ્ટેમ્બરની ચોથી મેચમાં એસ્વાતિનીના કેપ્ટન આદિલ બટની 81 રનની ઇનિંગ્સ અને મોઝામ્બિકના જોસ હાઉની 107 રનની શાનદાર ઇનિંગ્સ બાદ મેચ સુપર ઓવરમાં ગઈ, જેમાં એસ્વાતિનીએ જીત મેળવી હતી.