અમદાવાદઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bangalore) અને રાજસ્થાન રોયલ્સ (Rajsthan Royals) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આઈપીએલ-2024ની એલિમિનેટર મેચમાં RCBને હારનો સામનો કરવો પડ્યો અને આ સાથે જ આ સિઝનમાં ટીમની જર્ની પણ પૂરી થઈ ગઈ હતી. પરંતુ આ વચ્ચે ટીમના દિગ્ગજ ખેલાડીએ રિટાયરમેન્ટ એનાઉન્સ કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. આવો જોઈએ કોણ છે આ ખેલાડી…
17 વર્ષથી ટાઈટલ જિતવા મહેનત કરી રહેલી ટીમને આ વખતે પણ નિરાશ થવું પડ્યું હતું પરંતુ આ બધા વચ્ચે RCBના દિગ્ગજ ખેલાડી દિનેશ કાર્તિકે પણ રિટાયરમેન્ટ એનાઉન્સ (Dinesh Kartik Announced Retirement) કરી હતી.
જોકે, હજી સુધી દિનેશ કાર્તિકે ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું પરંતુ મેચ પૂરી થયા બાદ RCBની ટીમ દ્વારા તેને આપવામાં આવેલું ગાર્ડ ઓફ ઓનર અને દિનેશ કાર્તિકે પણ પોતાના ગ્લવ્ઝ હવામાં ઉછાળીને ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું. આ જોઈને ફેન્સ તેના રિટાયરમેન્ટને લઈને જાત જાતની વાતો કરી રહ્યા છે. આના થોડાક સમય બાદ જ આઈપીએલના બ્રોડકાસ્ટર જિયો (IPL Broadcaster Jio)એ પણ કાર્તિકના સંન્યાસની વાતને સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો : RR vs RCB: એ બે બોલ જેણે RCBના લલાટે હાર લખી નાખી…
2008માં દિલ્હી કેપિટલ્સથી દિનેશ કાર્તિકે આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતું અને અત્યાર સુધીની 17 સિઝનમાં તે કુલ 257 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણ 26.32 એવરેજથી 135.36ની સ્ટ્રાઈક રેટથી 4842 રન બનાવ્યા છે. કાર્તિકે આઈપીએલમાં 22 હાફ સેન્ચ્યુરી મારી છે. જો વાત 17મી સિઝની તો આ સિઝનમાં પણ તેણે જોરદાર ગેમ દેખાડી છે અને 15 મેચમાં 36.22ની એવરેજ અને 187.36ના સ્ટ્રાઈકરેટથી 326 રન બનાવ્યા છે.
દિનેશ કાર્તિક (Dinesh Kartik) IPLની 17 સિઝનમાં છ અલગ અલગ ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. અગાઉ કહ્યું એમ તેણે આઈપીએલમાં ડેબ્યુ ભલે દિલ્હી કેપિટલ્સથી કર્યું હોય પણ તેના કરિયરનો અંત આરસીબીમાં થયો છે. આ બઝા વચ્ચે તે પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ, કોલકતા નાઈટ રાઈડર્સ માટે પણ રમી ચૂક્યો છે. 2013માં તે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી રમ્યો હતો અને એ વર્ષે ટીમ ટાઈટલ જિતી હતી.