Shubman Gillને મળ્યું હતું આ અલ્ટિમેટમ?, ઘરે પહોંચી ગઈ હતી વાત…
વિશાખાપટ્ટનમઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં સેન્ચુરી મારીને શુભમન ગિલ ફરી ફોર્મમાં આવ્યો હોવાનું પુરવાર કર્યું છે. પણ હવે એવું જાણવા મળ્યું છે કે શુભમન ગિલ (Shubman Gill)ના નબળા પ્રદર્શન વચ્ચે તેને અલ્ટિમેટમ મળ્યું હતું.
બીજી ટેસ્ટ મેચમાં બીજા ઈનિેંગમાં ગિલે 147 બોલમાં 104 રન કર્યા હતા, જેમાં બે સિક્સર અને 11 ચોગ્ગા સાથે 70.75ના સ્ટ્રાઈક રેટથી રમ્યો હતો. શુભમન ગિલે આક્રમક ઈનિંગ રમતા આગામી મેચમાં સ્થાન મેળવવા માટે રાહત મળી હોવાનું કહેવાય છે. 104 રનની આક્રમક ઈનિંગ રમનારા ગિલ પર ટીમ મેનેજમેન્ટવતીથી દબાણ આવ્યું હતું, તેથી દબાણમાં સારું પ્રદર્શન કર્યું હતું. ગિલને ટીમમાંથી કાઢવાની પણ તૈયારી કરી લેવામાં આવી હતી અને તેનું કારણ હતું તેનું ખરાબ પ્રદર્શન. ગિલે છેલ્લી છ ટેસ્ટ મેચમાં 11 ઈનિંગમાં એક પણ ફિફ્ટી રન કર્યા નહોતા, તેથી તેને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું.
ટીમ મેનેજમેન્ટે વિશાખાપટ્ટનમની મેચમાં જો ગિલ ત્રીજા નંબરે રમી શકે છે તો આ એની છેલ્લી તક હોઈ શકે છે. ત્રીજા નંબરે રમવાની પણ તક આપવામાં આવી હતી, પરંતુ નિષ્ફળ રહ્યો હતો. આમ છતાં જો તે બીજી ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હોત તો ગિલને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાની તૈયારી કરી હતી. મીડિયા અહેવાલ અનુસાર ટીમ મેનેજમેન્ટ વતીથી વોર્નિંગ મળ્યા પછી ગિલે પોતાના પરિવારને પણ મેનેજમેન્ટની વાત જણાવી હતી. ગિલે એટલે સુધી કહ્યું ઙતું કે હું મોહાલી જઈશ અને ગુજરાતવતીથી રણજી ટ્રોફી મેચ રમીશ.
વિશાખાપટ્ટનની પહેલી ઈનિંગમાં ગિલ વિશ્વાસપૂર્વક રમ્યો હતો, પરંતુ 34 રન કર્યા હતા. ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને તેની વિકેટ ઝડપી હતી. બીજી ઈનિંગમાં પણ એન્ડરસને તેને બહુ હંફાવ્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો. છેલ્લે ટોમ હાર્ટલીએ ગિલને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો, પરંતુ ડીઆરએસે બચાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ સિરીઝમાં શુભમન ગિલે 23,0 અને 34 રન બનાવ્યા હતા, જ્યારે ચેતેશ્વર પૂજારાને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. જો ગિલને ત્રીજા નંબરે રમવાની તક આપ્યા પછી નિષ્ફળ રહ્યો હતો, જ્યારે 10 ઈનિંગમાં 150 રન કરી શક્યો છે. બીજી બાજુ એવું પણ કહેવાય છે કે જો વિરાટ કોહલી ટીમમાં પાછો ફરશે તો ગિલ ટીમમાં રહેશે કે નહીં એના અંગે સંદેહ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.