Dhoni પહેરે છે આ ખાસ બેન્ડ, ફાયદા જાણશો તો…

ટીમ ઈન્ડિયાના એક્સ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ફેનફોલોઈંગ અને પોપ્યુલારિટી કોઈથી પણ છુપી નછી. પોતાના શાંત સ્વભાવ અને ગ્રાઉન્ડ પર એકદમ કટોકટીની પરિસ્થિતિમાં પરફેક્ટ નિર્ણય લેવાની વાત હોય એમાં ધોનીની કોઈ જ બરોબરી કરી શકે નહીં. કદાચ આ જ બધી બાબતોએ ધોનીની ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કૂલ બનાવી દીધો હતો. આવા ધોની વિશે આજે અમે તમને એક સિક્રેટ જણાવવા જઈ રહ્યા છીએ, આવો જોઈએ શું છે આ સિક્રેટ…
એમ. એસ. ધોનીને જો તમે એકદમ ક્લોઝલી ફોલો કરતાં હશો તો તમને ખ્યાલ જ હશે કે ધોની હંમેશા હાથમાં એક ખાસ પ્રકારની ફિટનેસ બેન્ડ પહેરે છે અને આ ફિટનેસ બેન્ડનું નામ WHOOP છે. વાત જાણે એમ છે કે હાલમાં જ ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે આ ખાસ બેન્ડ પહેરેલો જોવા મળી રહ્યો છે.
જોકે, આ બેન્ડ માત્ર એકલો ધોની નહીં પણ ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ પણ પહેરે છે, જેમાં વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય. આ સિવાય દુનિયાભરના ટોચના એથ્લેટ્સમાં આ બેન્ડ ખૂબ જ પોપ્યુલર છે. ડઝનથી વધુ ઓલિમ્પિક મેડલ જીતનારા માઈકલ ફેલ્પ્સ પણ આ બેન્ડના દિવાના છે. આ સિવાય ઓયો રૂમ્સ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ રિતેશ અગ્રવાલ પણ આ બેન્ડ પહેરે છે.
હવે આટલું વાંચ્યા પછી ચોક્કસ જ તમારા મગજમાં એ સવાલ ઘૂમરાઈ રહ્યો હશે કે આખરે આ બેન્ડમાં એવું તે શું ખાસ છે? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. આ બેન્ડની બ્રાન્ડની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર તે હેલ્થ, ફિટનેસ, લાઈફને ઓપ્ટિમાઈઝ કરવાનું ફીચર આપે છે. આ બેન્ડ તમારી ઊંઘ, સ્ટ્રેન, રિકવરી. હેલ્થને મોનિટર કરે છે. આ બેન્ડ બનાવતી વખતે સાયન્ટિસ્ટ અને ડોક્ટર્સ બંનેએ સાથે મળીને કામ કર્યું છે. બીજા ફિટનેસ ટ્રેકર નથી કરી શકતા એ તમામ કામ આ ફિટનેસ બેન્ડ કરે છે અને આ જ કારણ છે કે સ્પોર્ટ્સમેન્સ વચ્ચે તે ખૂબ જ લોકપ્રિય છે