કોલકાતામાં ધમાલઃ ક્લબ ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો વીડિયો વાઇરલ જોરદાર હંગામો
કોલકત્તા: ફર્સ્ટ ડિવિઝન ગ્રુપની એ લીગમાં ટાઉન ક્લબ અને મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ વચ્ચે ચાલી રહેલી મેચમાં ચોંકાવનારી ઘટના બની હતી. સ્પોર્ટિંગ ક્લબમાં રમાયેલી મેચનો વીડિયો પણ જોરદાર વાઈરલ થયો હતો, જ્યારે વીડિયોમાં મહોમ્મડન ટીમમાં બોટર જાણી જોઈને બોલ છોડી દીધો હતો, જેમાં તે આઉટ પણ થયો હતો.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેચમાં મોહમ્મડન ટીમના બેટર ઈરાદાપૂર્વક બૉલ છોડી દે છે અને તેમાં આઉટ થઈ જાય છે. પહેલી બેટિંગ લઈને ટાઉન ક્લબ 446 રનનો લક્ષ્યાંક મોહમ્મડન ટીમને આપે છે. આ મેચમાં મોહમ્મડન ટીમના ઓપનર સંબીત રૉય 20 રન બનાવીને સ્ટંપ આઉટ થયો છે. જોકે આ સ્ટંપ આઉટ દરમિયાન રૉય ક્રિઝમાં પાછો આવવાનો પ્રયત્ન ન કરતાં મેચ ફિક્સ હોવાનો સવાલ કરવામાં આવી રહ્યો છે.
એક અહેવાલ મુજબ આ મેચ ફિક્સિંગમાં ટીમના કેપ્ટન દીપ ચેટર્જી પણ સામેલ હોય શકે છે. ચેટર્જી પણ સ્ટમ્પની નજીક આવેલા બૉલને મારવાનો પ્રયત્ન કર્યા વગર છોડી દે છે, જેથી તે આઉટ થઈ જાય છે. આ બાદ ટીમના નિતિન વર્મા પણ વિચિત્ર રીતે સ્ટમ્પ આઉટ થતાં મેચ ફિક્સિંગ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે.
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્પિન બૉલર સુદીપ કુમાર યાદવના બૉલ પર વર્મા પહેલો બૉલ છોડી દે છે જેના પર તે આઉટ નથી થતો. ત્યાર બાદ તે નોન-સ્ટ્રાઈક પર ઊભેલા તેના પાર્ટનરને વાત કરીને બીજા બૉલને પણ લીવ કરે છે, પણ આ બૉલ પણ સ્ટંપને નથી લાગતો. તે પછી ત્રીજો બૉલ રમવા પહેલા પર વર્ના બીજા બેટર સાથે વાતચીત કરીને બૉલ રમવાનો પ્રયત્ન કરે છે પણ તે ક્રિઝની આગળ આવી જતાં વિકેટકીપર તેને સ્ટંપ આઉટ કરે છે.