DGMO રાજીવ ઘાઈ પણ છે વિરાટ કોહલીના જબરા ફેન, ઓસ્ટ્રેલિયાના બોલર્સનો પણ ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી: આજે સોમવારે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત (Virat Retirement form test) કરી હતી. આજે બપોરે ભરતીય સેનાએ પાકિસ્તાન સામે ચાલી રહેલા ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ યોજી હતી. આ દરમિયાન ભારતીય સેનાના DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ(Lieutenant General Rajiv Ghai)એ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ કેટલી મજબુત છે તે સમજાવવા માટે ક્રિકેટનું ઉદાહરણ આપ્યું. આ દમિયાન લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ પોતાને વિરાટ કોહલીના ચાહક ગણાવ્યા હતાં. તેમણે ઓસ્ટ્રેલિયાના બોલરો, ડેનિસ લીલી અને જેફ થોમસનનું ઉદાહરણ પણ આપ્યું હતું.
વિરાટના ચાહક:
DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ બ્રીફિંગ દરમિયાન કહ્યું, “આપણા એરફિલ્ડ્સ અને લોજિસ્ટિક્સને ટાર્ગેટ કરવા ખૂબ જ મુશ્કેલ છે… મેં થોડા સમય પહેલા જ સાંભળ્યું કે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, તે મારા પ્રિય ખેલાડીઓમાંનો એક છે.”
આ પણ વાંચો: વિરાટે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેતા ગૌતમ ગંભીરની પોસ્ટ વાયરલ; કહ્યું ‘સિંહની જેમ…’
ઓસ્ટ્રેલયન બોલર્સનો ઉલ્લેખ:
તેમણે વધુમાં કહ્યુ, “1970ના દાયકામાં, જ્યારે હું સ્કૂલનો વિદ્યાર્થી હતો ત્યારે રમાયેલી એશિઝ સિરીઝ દરમિયાન, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેફ થોમસન અને ડેનિસ લિલી ખૂબ જ લોકપ્રિય હતા. એશિઝ દરમિયાન, બંને ઓસ્ટ્રેલિયન બોલરોએ ઈંગ્લેન્ડની બેટિંગ લાઇન-અપને પરાસ્ત કરી હતી. પછી ઓસ્ટ્રેલિયામાં એક કહેવત શરૂ થઈ એશિઝ ટુ એશિઝ, ડસ્ટ ટુ ડસ્ટ, ઇફ થોમો ડોન્ટ ગેટ યુ, લિલી મસ્ટ (Ashes to ashes, dust to dust, if Thommo don’t get you, Lillee must).”
તેમણે કહ્યું, “આપણી મલ્ટી લેયર ડિફેન્સ ગ્રીડ એ જ રીતે કાર્ય કરે છે. જો ટાર્ગેટ મોટાભાગની સિસ્ટમોમાંથી છટકી જાય તો પણ એક સિસ્ટમતો તેને તોડી પડશે જ.”
આ પણ વાંચો: વિરાટને ઇંગ્લૅન્ડના પ્રવાસ સુધી નિવૃત્તિ ન લેવા સમજાવાઈ રહ્યો છે…
ભારતની મજબૂત એર ડિફેન્સ વિશે બોલતા, લેફ્ટનન્ટ જનરલ ઘાઈએ જણાવ્યું હતું કે પાકિસ્તાન વાયુસેનાએ 9 અને 10 મેના રોજ વારંવાર ભારતીય હવાઈ મથકોને નિશાન બનાવ્યા હતા, પરંતુ દેશની મલ્ટી લેયર સિસ્ટમે દરેક હુમલો નાકામ કર્યો હતો.
જેફ થોમસન અને ડેનિસ લિલી:
થોમ્મો તરીકે જાણીતા જેફ થોમસન ક્રિકેટ ઇતિહાસના સૌથી ફાસ્ટ બોલરોમાંના એક છે. તેમણે 1975માં પર્થ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે 160.5 કિમી/કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો, જે તે સમયનો સૌથી ફાસ્ટ બોલ હતો અને અત્યાર સુધીનો ચોથો ઝડપી બોલ છે.
70 અને 80ના દાયકાની શરૂઆતમાં ડેનિસ લિલી ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય ખેલાડીઓમાંના એક હતા. તેમણે 70 ટેસ્ટ મેચમાં 355 વિકેટ લીધી હતી. 63 વનડેમાં 103 વિકેટ લીધી હતી. 198 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચોમાં 882 વિકેટ અને 102 લિસ્ટ એ ક્રિકેટ મેચોમાં 165 વિકેટ લીધી છે.