IPL 2024સ્પોર્ટસ

RCBની જીત છતાં કોહલી પર ભડક્યા દિગ્ગજ ક્રિકેટર, કહી દીધું…….

IPL 2024ની 41મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBએ હૈદરાબાદને તેના જ હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું હતું. હૈદરાબાદ આ સિઝનમાં તેના હોમ ગ્રાઉન્ડ પર હજુ સુધી એક પણ મેચ હાર્યું નહોતું, પરંતુ RCBએ તે કરી બતાવ્યું છે. RCBએ આ મેચ 35 રનથી જીતી લીધી હતી.

આ મેચમાં કોહલીએ તેની 53મી IPL અડધી સદી ફટકારી હતી. વિરાટની 43 બોલમાં 51 રનની ધીમી ઇનિંગની ઘણી ટીકા કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ વિરાટની આ ઈનિંગથી નાખુશ દેખાયા હતા. વિરાટની ટીકા કરવામાં દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કર પણ સામેલ હતા. જી હા, દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પણ વિરાટની ધીમી ઇનિંગની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે, ‘ટીમ તમારી પાસેથી આવી આશા નથી રાખતી..’

ટિંગ-ફ્રેંડલી પિચને ધ્યાનમાં રાખીને. આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું અને કોહલીએ આક્રમક શરૂઆત કરી અને પાવરપ્લેમાં માત્ર 18 બોલમાં 32 રન ઝૂડી કાઢ્યા હતા. જોકે, ફાફ ડુ પ્લેસિસના આઉટ થવાને કારણે કોહલીની ફટકાબાજી પણ ધીમી પડી ગઇ હતી. કોહલીને તેના આગામી 25 બોલમાં માત્ર 19 રન જ બનાવ્યા હતા.

વિરાટની આ ધીમી ઈનિંગથી ફેન્સ પણ નાખુશ જણાતા હતા. આ જોઇને ગાવસ્કરે કહ્યું હતું કે, ફાફ ડુ પ્લેસિસના આઉટ થયા બાદ એવું લાગતું હતું કે કોહલીએ જાણે સ્પર્શ ગુમાવી દીધો હોય એવું લાગતું હતું. તેણે ત્યાર બાદ એકપણ ફોર મારી નહોતી. જ્યારે તમે ટીમ માટે ઓપનિંગ કરો છો, તમે પાવરપ્લે દરમિયાન બેટિંગ કરો છો અને ગેમની મધ્યમાં 118નો સ્ટ્રાઈક રેટ સાથે આઉટ થાવ છો, તો તમારી ટીમ (RCB) તમારી પાસેથી એવી અપેક્ષા રાખતી નથી.

RCBની આ સિઝનમાં આ બીજી જીત છે. જોકે, પોઇન્ટ ટેબલમા તે છેલ્લા એટલે કે દસમા સ્થાને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button