ફોગાટ માટે ગોલ્ડ મેડલિસ્ટ જેવા ઇનામોની, ખેલરત્ન અવૉર્ડની માગણી
ડો. દિનશા પારડીવાલા વિશે આઈઓએનો મોટો ખુલાસો
રોહતક: પૅરિસ ઑલિમ્પિક્સમાં કુસ્તીની ફાઈનલ પહેલાં 50 કિલો વર્ગ માટે નિર્ધારિત વજન કરતાં 100 ગ્રામ વજન વધુ રહેતાં હરિયાણાની રેસલર વિનેશ ફોગાટને ફાઈનલમાંથી ગેરલાયક ઠરાવવામાં આવી એને લઈને મંગળવાર, 13મી ઓગસ્ટે કોર્ટ ઑફ આર્બીટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ)નો ચુકાદો આવતો હશે ત્યારે આવશે, પણ એ પહેલાં ફોગાટ માટે સરકાર પાસે બે મોટી માગણી કરાઈ છે.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ તેમ જ ઑલિમ્પિક્સમાં ભાલાફેંકનો સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપડાએ “ફોગાટ સિલ્વર મેડલને પાત્ર છે જ” એવું કહ્યું છે ત્યારે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિંદર સિંહ હૂડાએ ત્યાં સુધીની માગણી કરી છે કે “ફોગાટના કેસમાં ચુકાદો કોઈ પણ આવે, ગોલ્ડ મેડલ વિજેતાને અપાતા હોય છે એવા તમામ લાભો અને સન્માનો ફોગાટને મળવા જોઈએ એવી હરિયાણા સરકારને મારી વિનંતી છે. “
ફોગાટનું વજન ફાઈનલ પહેલાં 100 ગ્રામ વધુ હોવાથી તેને એ મુકાબલામાંથી ગેરલાયક ઠરાવવામાં આવી હતી.
હરિયાણામાં સર્વ ખાપ મહાપંચાયતમાં ઘણા ખાપ દ્વારા એવી માગણી કરાઈ છે કે ફોગાટને ન્યાય મળવો જ જોઈએ અને તેને ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત પણ કરવી જોઈએ.
દરમ્યાન, એક ખાસ ખુલાસામાં ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશને કહ્યું છે કે ઍથ્લીટનું ઇવેન્ટ પહેલાંનું વજન બરાબર છે કે નહીં એ જોવાની અંતિમ જવાબદારી અસોસિયેશન દ્વારા નિયુક્ત ચીફ મેડિકલ ઓફિસર ડો. દિનશા પારડીવાલાની તથા તેમની ટીમની નહીં, પરંતુ ઍથ્લીટની પોતાની અને તેના કોચની જવાબદારી હતી.
Also Read –