દિલ્હી કેપિટલ્સે લીધો ચોંકાવનારો નિર્ણય, ઋષભ પંતની થશે વાપસી

નવી દિલ્હીઃ બીસીસીઆઈએ આઇપીએલની તમામ 12 ટીમને રિટેન અને રિલિઝ કરાયેલા ખેલાડીઓની યાદી આપવાની છેલ્લી તારીખ 26 નવેમ્બર આપી હતી. આ તમામ ટીમોએ પોતાના રિલિઝ કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમે તેના 11 ખેલાડીઓને બહાર કર્યા છે અને પૃથ્વી શોને ફરીથી રિટેન કર્યો છે. દિલ્હી કેપિટલ્સે આઇપીએલ 2024 પહેલા ઘણા દિગ્ગજ અને સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે.
દિલ્હી કેપિટલ્સના રિટેન કરેલા ખેલાડીઓ
ઋષભ પંત, ડેવિડ વોર્નર, પૃથ્વી શો, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, લલિત યાદવ, મિશેલ માર્શ, યશ ઢુલ, પ્રવીણ દુબે, વિકી ઓસ્તવાલ, એનરિક નોર્ખિયા, કુલદીપ યાદવ, લુંગી એનગીડી, ખલીલ અહેમદ, ઈશાંત શર્મા અને મુકેશ કુમાર.
દિલ્હી કેપિટલ્સે રીલિઝ કરેલા ખેલાડીઓ
રિલે રોસો, ચેતન સાકરિયા, રોવમેન પોવેલ, મનીષ પાંડે, ફિલ સોલ્ટ, મુસ્તફિઝુર રહેમાન, કમલેશ નાગરકોટી, રિપલ પટેલ, સરફરાઝ ખાન, અમન ખાન અને પ્રિયમ ગર્ગ.