દીપ્તિ શર્મા નંબર-વન રૅન્કની લગોલગ આવી ગઈ...

દીપ્તિ શર્મા નંબર-વન રૅન્કની લગોલગ આવી ગઈ…

દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મહિલાઓની ટી-20 માટેની બોલર્સના નવા રૅન્કિંગ જાહેર કર્યા છે જે મુજબ ભારતની સ્પિન-ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (Deepti Sharma) બીજા નંબર પર આવી ગઈ છે અને હવે સર્વોચ્ચ રૅન્કથી તે બહુ દૂર નથી.

દીપ્તિએ ટી-20ના ઑલરાઉન્ડર્સના રૅન્કિંગમાં ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. દરમ્યાન વન-ડે વિમેન્સ બૅટર્સના રૅન્કિંગમાં સ્મૃતિ મંધાના પ્રથમ સ્થાનેથી બીજા નંબર પર આવી ગઈ છે.

https://twitter.com/the_bridge_in/status/1955232518464213027

ટી-20 બોલર્સમાં દીપ્તિ શર્મા 732 રેટિંગ (Rating) પૉઇન્ટ સાથે બીજા નંબરે છે અને પહેલી વાર પ્રથમ ક્રમે પહોંચેલી ઑસ્ટ્રેલિયાની ઍનાબેલ સધરલૅન્ડ 736 પૉઇન્ટ સાથે છે. એ જોતાં, દીપ્તિ મોખરાના સ્થાનથી માત્ર ચાર પૉઇન્ટ દૂર છે.

પાકિસ્તાનની બોલર સાદિયા ઇકબાલ ટી-20 બોલર્સની યાદીમાં પ્રથમ સ્થાને હતી, પરંતુ તાજેતરમાં આયર્લેન્ડ સામે પાકિસ્તાની મહિલા ટીમનો 1-2થી પરાજય થયો એ સિરીઝમાં સાદિયા ફક્ત ત્રણ વિકેટ લઈ શકી હતી એટલે તેણે સર્વોચ્ચ રૅન્ક ગુમાવી છે અને દીપ્તિ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને આવી ગઈ છે.

દરમ્યાન, સ્ટાઇલિશ ઓપનિંગ બૅટર સ્મૃતિ બંધાના વન-ડે બૅટર્સના લિસ્ટમાં 728 પૉઇન્ટ સાથે બીજા સ્થાને આવી ગઈ છે અને તેનું પ્રથમ સ્થાન લેનાર ઇંગ્લૅન્ડની નૅટ સિવર-બ્રન્ટ (731)થી તે માત્ર ત્રણ ડગલાં પાછળ છે. ભારતીય કૅપ્ટન વન-ડે બૅટર્સમાં 10 પૉઇન્ટની છલાંગ મારીને 11મા સ્થાને આવી ગઈ છે.

આ પણ વાંચો…દીપ્તિ શર્માએ વન-હૅન્ડેડ શૉટમાં ફટકારેલી સિક્સરનો શ્રેય કોને આપ્યો, જાણો છો?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button