સ્પોર્ટસ

ભારતીય મહિલા ક્રિકેટર સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી, કોની સામે આક્ષેપ કર્યો જાણો છો?

આગ્રા (ઉત્તર પ્રદેશ): મહિલાઓની વન-ડે તેમ જ ટી-20માં બોલર અને ઑલરાઉન્ડર ખેલાડીઓના ટોચના પાંચ ક્રમમાં સ્થાન ધરાવતી દીપ્તિ શર્મા (DEEPTI SHARMA) સાથે છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

દીપ્તિના આગ્રા-સ્થિત ફ્લૅટમાં ચોરીનો મામલો છે અને એ કામ આરુષી ગોયલ (ARUSHI GOYAL) નામની તેની જ ક્રિકેટર-દોસ્તે કર્યું હોવાનો આક્ષેપ છે. તેની એ મિત્ર દિલ્હી વતી ક્રિકેટ રમી ચૂકી છે અને તેની જુનિયર છે.

દીપ્તિ શર્માનો આક્ષેપ છે કે તેની એ મિત્રએ આગ્રા ખાતેના તેના ફ્લૅટમાંથી 2,500 ડૉલર, લાખો રૂપિયાનું ઝવેરાત તેમ જ રોકડ રકમની ચોરી (CHEATING AND THEFT) કરી છે.

એ ઉપરાંત, આરોપીએ પચીસ લાખ રૂપિયા પણ પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હોવાનો આક્ષેપ છે.
આ મામલામાં દીપ્તિના ભાઈ સુમિત શર્માએ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવડાવી છે જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.

આપણ વાંચો: આઇપીએસ ઓફિસર રશ્મી કરંદીકરના પતિની રૂ. 24 કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ

કોણ છે આરુષી ગોયલ?

સુમિત શર્માએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે `દિલ્હીમાં જ રહેતી આરુષી ગોયલ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન પર જુનિયર ક્લર્ક તરીકેની નોકરી કરે છે.’

સુમિતનો આરોપ છે કે આરુષી તેમ જ તેના મમ્મી-પપ્પાએ મળીને દીપ્તિના અકાઉન્ટમાંથી પચીસ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને આરુષી ઘણી વાર દીપ્તિના ફ્લૅટ પર પણ આવતી હતી.’

આપણ વાંચો: પુણેમાં એરફોર્સ અધિકારીના સ્વાંગમાં છેતરપિંડી કરનારો ગઠિયો પકડાયો, જાસૂસીની શંકા

દીપ્તિના ફ્લૅટમાં જઈને ચોરી કરી

કેટલાક અહેવાલો મુજબ સુમિત શર્માનો એવો પણ આરોપ છે કે આરુષી પાસે જ્યારે પચીસ લાખ રૂપિયા પાછા માગવામાં આવ્યા ત્યારે તેણે સ્પષ્ટ ઇનકાર કર્યો અને અભદ્ર ભાષામાં વાત પણ કરી હતી.

દીપ્તિ વિદેશ ગઈ છે. તેણે બાવીસમી એપ્રિલે ફોન પર આરુષીને આગ્રાના પોતાના ફ્લૅટ પર જવાની ના પાડી તો પણ આરુષી ત્યાં પહોંચી ગઈ હતી અને 2,500 ડૉલર, ઝવેરાત તેમ જ રોકડ રકમની તેણે ચોરી કરી હતી. દીપ્તિએ આરુષીને ફરી એક વાર કહી દીધું કે તેણે આગ્રાના ફ્લૅટ પર જવું નહીં.

જોકે 24મી એપ્રિલે તેને પોતાનો સામાન લેવાના બહાને ત્યાં ગઈ હતી. દીપ્તિએ તેના ભાઈ સુમિતને ચાવી લઈને ફ્લૅટ પર જવા કહ્યું હતું. જોકે સુમિત ચાવી લઈને ત્યાં પહોંચે એ પહેલાં જ આરુષી પોતાનું કામ કરી ગઈ હતી.

સુમિતથી લૉક નહોતો ખૂલ્યો અને આરુષીનો સંપર્ક કર્યો તો તેણે કહ્યું કે તેણે લૉક બદલી નાખ્યો છે અને પોતાનો સામાન લઈ લીધો છે.

જોકે સીસીટીવી કૅમેરાની મદદથી જાણવા મળ્યું હતું કે આરુષીએ બાવીસમી એપ્રિલે જ મોટો ભાગની ચોરી કરી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button