અમદાવાદ/ચેન્નઈ: બુધવારે મોટેરાના સ્ટેડિયમમાં બેન્ગલૂરુની ટીમની વિજયકૂચ અટકી અને વિરાટ કોહલી તથા દિનેશ કાર્તિક સહિત અનેક સ્ટાર ખેલાડીઓનો સમાવેશ ધરાવતી એ ટીમે ટૂર્નામેન્ટમાંથી એક્ઝિટ કરી એ સાથે કાર્તિકે પણ છેલ્લી વાર આઇપીએલમાં રમ્યો હોવાના સ્પષ્ટ સંકેત સાથે હજારો ચાહકોને ગુડ બાય કરી અને સાથી ખેલાડીઓએ કાર્તિકને ગાર્ડ ઑફ ઓનર આપ્યું. એ સાથે, તેની સ્ક્વૉશ-ચૅમ્પિયન પત્ની દીપિક પલ્લીકલ પણ ભાવુક થઈ ગઈ અને તેણે સોશિયલ મીડિયામાં ઇમોશનલ વિચારો સાથેનો વીડિયો શૅર કર્યો હતો.
દિનેશ કાર્તિકે પ્રથમ પત્ની સાથેના ડિવૉર્સ પછી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા હતા. દીપિકાએ તેની સાથેના શરૂઆતના સમયને યાદ કરતા કહ્યું છે, ‘અમે બન્ને પહેલી વાર જિમ્નેશિયમમાં મળ્યા હતા. 2013નું એ વર્ષ હતું, અમે જિમમાં સાથે વર્કઆઉટ કરતા હતા અને ત્યારે અમારી વચ્ચેની દોસ્તી શરૂ થઈ હતી. એ સમય એવો હતો જ્યારે દિનેશ ટીમ ઇન્ડિયાની બહાર હતો. ભાગ્યનો તેને કોઈ પણ રીતે સાથ નહોતો મળતો. જોકે આ વિકેટકીપર-બૅટર હિંમત નહોતો હાર્યો. તનતોડ મહેનત કરવાનું તેણે ચાલુ જ રાખ્યું હતું અને એક દિવસ તેને ટીમ ઇન્ડિયામાં ફરી સામેલ થવાનું આમંત્રણ મળ્યું હતું. સાથે-સાથે આઇપીએલમાં પણ તે સારું પર્ફોર્મ કરતો હતો. એ અરસામાં અમે બહુ ઝડપથી નક્કી કરી લીધું હતું કે અમે એકસાથે આખી જિંદગી માણીશું અને ત્યાર પછી અમારા માટે બધુ સારું જ થતું આવ્યું છે.’
વિરાટ કોહલીએ પણ તેના આ ભારતીય ટીમના તેમ જ આરસીબીના સાથી ખેલાડી દિનેશ કાર્તિક (ડીકે) વિશેના વીડિયોમાં જણાવ્યું છે કે ‘મને યાદ છે, હું પહેલી વાર કાર્તિકને 2009માં સાઉથ આફ્રિકામાં ચૅમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન મળ્યો હતો. ત્યારે પહેલી વાર હું અને કાર્તિક ચેન્જ-રૂમમાં એકમેકના રૂમ-પાર્ટનર બન્યા હતા.’
કોહલીએ કાર્તિકની ઇમાનદારી અને બાહોશ અભિગમની પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું, ‘કાર્તિક માત્ર ક્રિકેટમાં ટૅલન્ટેડ છે એવું નથી, બીજી ઘણી બાબતોમાં તે જાણકારી ધરાવે છે. 2022માં મારી આઇપીએલ સીઝન સારી નહોતી અને હું આત્મવિશ્ર્વાસ ગુમાવી બેઠો હતો ત્યારે તે બે વાર મારી પાસે બેઠો અને મને કેટલીક બહુ સારી સલાહ આપી હતી. ખરેખર, તે મને મારા સંઘર્ષના એ સમયમાં મને ખૂબ કામ લાગ્યો હતો.’
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો