સ્પોર્ટસ

ગંભીરને ત્રણ વર્ષમાં બીજી વાર મોતની ધમકી, બે ઇમેઇલમાં લખ્યું હતું, `આઇ કિલ યુ’

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન અને ટીમ ઇન્ડિયાના વર્તમાન હેડ-કોચ તેમ જ ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્ય ગૌતમ ગંભીર (GAUTAM Gambhir)ને ઇમેઇલમાં મોતની ધમકી આપી હોવાનું દિલ્હી (Delhi police) પોલીસે ગુરુવારે પીટીઆઇને જણાવ્યું હતું.

ગંભીરને ત્રણ વર્ષમાં બીજી વાર ધમકી મળી છે. આ અગાઉ, ગંભીરને 2022ની સાલમાં આવી જ ધમકી મળી હતી. મંગળવાર, બાવીસમી એપ્રિલે (કાશ્મીરના પહલગામમાં હિન્દુ સહેલાણીઓ પર આતંકી હુમલો થયો એ જ દિવસે) ગંભીરને શંકાસ્પદ જીમેઇલ અકાઉન્ટ મારફત બે મેઇલમાં મોતની ધમકી આપવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું, આઇ કિલ યુ.

આપણ વાંચો: દ્રવિડ-શાસ્ત્રીએ જે ન કર્યું એ કામ હવે ગૌતમ ગંભીર કરી રહ્યો છે!

' આ મેઇલ (email) મોકલનારે પોતાની ઓળખઆઇસિસ કાશ્મીર’ (Isis Kashmir) તરીકે આપી હતી.
ગંભીરને ઘણા સમયથી દિલ્હી પોલીસનું રક્ષણ મળી રહ્યું છે. દિલ્હી પોલીસના ડીસીપી (સેન્ટ્રલ) એમ. હર્ષ વર્ધને પીટીઆઇને જણાવ્યું હતું કે અમે ગંભીર માટેની વિશિષ્ટ સુરક્ષા વ્યવસ્થા વિશે વિગતવાર ન જણાવી શકીએ, પણ હું એટલું જરૂર કહીશ કે નવી ધમકી બાબતમાં અમે તપાસ કરી રહ્યા છીએ.

' મોતની ધમકીવાળા ઇમેઇલના સ્ક્રીનશૉટ સાથે દિલ્હીના રાજિન્દર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કેડિયર સર, નમસ્કાર. તમારી સાથે થયેલી વાતચીત મુજબ અમે તમને ગૌતમ ગંભીરના ઇમેઇલ આઇડી પર મળેલી મોતની ધમકીવાળા ઇમેઇલના સ્ક્રીનશૉટ મોકલી રહ્યા છીએ.

મહેરબાની કરીને આ કિસ્સામાં એફઆઇઆર નોંધશો અને આશા રાખીએ છીએ કે ગંભીરની તથા તેમના પરિવારની સલામતી જળવાઈ રહે એની તમે કાળજી રાખશો.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button