સ્પોર્ટસ

બોયફ્રેન્ડના મોત પછી દુનિયાની ટેનિસ સ્ટારે કરી લોકોને મોટી અપીલ

નવી દિલ્હી: બેલારુસની સ્ટાર ટેનિસ ખેલાડી અરિના સબાલેન્કાના બોયફ્રેન્ડ કોન્સ્ટેન્ટિન કોલ્ટ્સોવનું મૃત્યુ થતાં તેના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. કોન્સ્ટેન્ટિન એનએચએલ આઈસ હોકીનો એક જાણીતો ખેલાડી હતો.

સાબાલેન્કાના બોયફ્રેન્ડ કોન્સ્ટેન્ટિનને આત્મહત્યા કર્યા હોવાની માહિતી મળી હતી. કોન્સ્ટેન્ટિન કોલ્ટ્સોવે ગુરુવારે માયામીના એક રિસોર્ટની બાલ્કનીમાંથી છલાંગ લગાવી અંતિમ પગલું ભર્યું હતું. પોતાના બોયફ્રેન્ડની મોત પર આરીના સાબાલેન્કાને મોટો આઘાત લાગ્યો છે.

આ ઘટના અંગે તેણે કહ્યું હતું કે કોન્સ્ટેન્ટિનનું મૃત્યુ એક અકલ્પનીય ઘટના છે. મારા ફ્રેન્ડના મોતથી મને આઘાત લાગ્યો છે. આ સંજોગોમાં મહેરબાની કરીને આ મુશ્કેલ સમયમાં તેના પરિવારની પ્રાઈવસીનું સન્માન કરજો, એવી અપીલ પણ તેણે કરી હતી.

આઈસ હોકીના ખેલાડી તરીકે કોન્સ્ટેન્ટિન કોલ્ટ્સોવની ઓળખ હતી તેમ જ અરિના અને કોન્સ્ટેન્ટિન ત્રણ વર્ષ સુધી રિલેશનમાં પણ રહ્યા હતા. બેલારુસના કાબેલ આઈસ હોકીના ખેલાડીએ બે વખત ઓલ્મિપિક અને નવ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને તેના દેશને અનેક મેડલ જીતાડ્યા હતા. 2020માં કોન્સ્ટેન્ટિન અને તેની પત્ની જુલિયાના ડિવોર્સ થયા હતા અને તેમને ત્રણ બાળક પણ હતા. આ ડિવોર્સ બાદ કોન્સ્ટેન્ટિન અને આરીના રિલેશનશિપમાં આવ્યા હતા.

કોન્સ્ટેન્ટિનની ગર્લફ્રેન્ડ આરીના સાબાલેન્કા પણ વુમેન્સ ટેનિસની એક મહાન ખેલાડી તરીકે જાણીતી છે. આરીનાએ ઓસ્ટ્રેલીયા ઓપનમાં નંબર વન સ્થાને રહી હતી અને ગયા વર્ષે વુમેન્સ ટેનિસની રેંકિંગમાં તેણે બીજા સ્થાને રહીને ઓસ્ટ્રેલિયા ઓપનની ટ્રોફી પોતાના નામે કરી હતી. કોન્સ્ટેન્ટિન કોલ્ટ્સોવના મૃત્યુના સમાચાર સાંભળીને આરીના સાબાલેન્કા સાથે તેના આઇસ હોકી ટીમના ખેલાડીઓએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button