સ્પોર્ટસ

ડેવિડ વૉર્નરની ખોવાયેલી બૅગી ગ્રીન કૅપ મળી ગઈ

ટેસ્ટ-કરીઅરમાંથી વિદાય લઈ રહેલો ઑસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વૉર્નર બે દિવસથી બહુ ખુશ છે, કારણકે ચાર દિવસ પહેલાં તેની ખોવાઈ ગયેલી બૅગી ગ્રીન કૅપ તેને મળી ગઈ છે.

વૉર્નર અંતિમ ટેસ્ટ રમવા મેલબર્નથી સિડની આવ્યો હતો અને સિડની આવ્યા પછી તેની ફરિયાદ હતી કે બન્ને શહેર વચ્ચેની મુસાફરી દરમ્યાન ક્યાંક તેની કૅપ ગેરવલ્લે થઈ હતી.

વૉર્નરની આ બૅગી ગ્રીન કૅપ 2011માં તેણે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું ત્યારે મળી હતી. એ ઉપરાંત બીજી કૅપ પણ એક બૅકપૅકમાં હતી અને આખી બૅકપૅક ગુમાઈ ગઈ હતી. જોકે હવે ઑરિજિનલ ગ્રીન કૅપ સહિતની આખી બૅકપૅક સિડનીમાં ટીમની હોટેલમાંથી મળી ગઈ છે. આ બૅગ ત્યાં કેવી રીતે પહોંચી એ વિશે કોઈ જ માહિતી નહોતી, પણ વૉર્નરે વિડિયોમાં કહ્યું છે કે ‘હાય એવરીવન…હું બેહદ ખુશ છું અને મારી ખોવાયેલી બૅગી ગ્રીન કૅપ પાછી મળી ગઈ છે એટલે હવે મને બહુ શાંતિ થઈ છે. મારા માટે આ ગ્રેટ ન્યુઝ છે. હું ફ્રેઇટ કંપની કૅન્ટાસ, અમારી હોટેલનો તેમ જ ટીમ મૅનેજમેન્ટ બધાનો આભારી છું. થૅન્ક્સ. દરેક ક્રિકેટર માટે આવી કૅપ સ્પેશ્યલ હોય છે અને એ મળી ગઈ છે એની ખુશી હું જિંદગીભર માણીશ.’


સિડનીની ટેસ્ટ શરૂ થઈ એ પહેલાં વૉર્નરે પોતાના ક્રિકેટ બોર્ડ પાસેથી નવી કૅપ થોડા સમય માટે મેળવી હતી અને એ કૅપ તેણે મૅચ પહેલાંના ફૉટોશૂટમાં પણ પહેરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button