સ્પોર્ટસ

ડેવિડ વૉર્નર ત્રીજી વાર 100મી મૅચમાં અવૉર્ડ વિજેતા!

હોબાર્ટ: 100મી વન-ડેમાં મૅન ઑફ ધ મૅચ, 100મી ટેસ્ટમાં મૅન ઑફ ધ મૅચ અને હવે 100મી ટી-20માં પણ મૅન ઑફ ધ મૅચ. ઑસ્ટ્રેલિયાના ઓપનિંગ બૅટર ડેવિડ વૉર્નરે આવી વિરલ સિદ્ધિ શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચમાં મેળવી હતી.

ડેવિડ વૉર્નર ત્રણેય ફૉર્મેટમાં પોતાની 100મી મૅચમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતનારો પ્રથમ ઑસ્ટ્રેલિયન બન્યો છે. તે અગાઉ 100મી વન-ડેમાં તથા 100મી ટેસ્ટમાં આ પુરસ્કાર જીત્યો અને શુક્રવારે 100મી ટી-20માં પણ આ પુરસ્કારથી સન્માનિત થયો હતો. તેણે 100મી ટી-20માં 70 રન ફટકારીને ઑસ્ટ્રેલિયાને વેસ્ટ ઇન્ડિઝ સામે વિજય અપાવ્યો હતો.

વન-ડે, ટેસ્ટ અને ટી-20 એમ ત્રણેય ફૉર્મેટમાં 100 મૅચ રમનારો તે પ્રથમ ઑસ્ટ્રેલિયન હોવા ઉપરાંત વિશ્ર્વનો ત્રીજો ખેલાડી છે. અગાઉ રૉસ ટેલર અને વિરાટ કોહલી ત્રણ ફૉર્મેટમાં 100-100 મૅચ રમ્યા હતા.

વૉર્નરની વિશેષતા એ છે કે તેણે 100મી ટેસ્ટમાં 200 રન અને 100મી વન-ડેમાં 124 રન બનાવ્યા હતા. હવે તેણે 100મી ટી-20માં મૅચ-વિનિંગ 70 રનનો ફાળો આપ્યો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button