અમદાવાદ: 2023ની 19મી નવેમ્બરે અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતને વન-ડેના વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવનાર ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સ અને મૅન ઑફ ધ ફાઇનલ ટ્રેવિસ હેડે કલ્પના પણ નહીં કરી હોય કે સાડાચાર મહિના પછી તેઓ બન્ને જણ આ જ મેદાન પર આઇપીએલની એક જ ટીમ વતી રમશે અને 277 રનના આઇપીએલના વિક્રમજનક ટીમ-સ્કોર બાદ ગુજરાત ટાઇટન્સની હોમ-ટીમને પડકારશે.
યાદ છેને, 19મી નવેમ્બરે વિવાદાસ્પદ પિચ પર ભારતે બૅટિંગ મળ્યા બાદ કેએલ રાહુલના 66 રન, વિરાટ કોહલીના 54 રન અને કૅપ્ટન રોહિત શર્માના 47 રનની મદદથી માત્ર 240 રન બનાવ્યા હતા. વર્તમાન આઇપીએલમાં કેકેઆરના સૌથી મોંઘા 24.75 કરોડ રૂપિયાવાળા ખેલાડી મિચલ સ્ટાર્કે એ ફાઇનલમાં ત્રણ તેમ જ કમિન્સ અને હૅઝલવૂડે બે-બે વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડના 137 રન અને લાબુશેનના અણનમ 58 રનની મદદથી 43 ઓવરમાં ચાર વિકેટે 241 રન બનાવી વિજય મેળવીને કરોડો ભારતીયોના દિલ તોડ્યા હતા.
આજે પૅટ કમિન્સ સનરાઇઝર્સ હૈદરાબાદનો સફળ કૅપ્ટન છે અને ટ્રેવિસ હેડ તેનો મુખ્ય ઓપનર છે. બન્ને માટે અમદાવાદનું મેદાન ફેવરિટ છે અને તેમને માટે ફરી એકવાર આ ગ્રાઉન્ડ સુપર સન્ડે બનાવી શકે એમ છે.
ગયા અઠવાડિયે હૈદરાબાદની ટીમે અભિષેક શર્મા, હેડ, ક્લાસેન અને માર્કરમની ફટકાબાજીની મદદથી મુંબઈ ઇન્ડિયન્સ સામે ત્રણ વિકેટે 277 રન બનાવીને આઇપીએલનો નવો ટીમ-સ્કોર સ્થાપિત કર્યો હતો.
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે