કમિન્સે ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાંથી ઉગાર્યું, પણ સરસાઈ લીધા વગર દાવ ડિકલેર કર્યો

બ્રિસબેન : લો-સ્કોરિંગ ટેસ્ટ મેચ પણ ઘણીવાર રોમાંચક અને રસપ્રદ બની જતી હોય છે. શુક્રવારે બ્રિસબેનના ગૅબામાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે લીડ લેવાને બદલે કેરેબિયન ટીમને 22 રનની સરસાઈ આપીને પ્રથમ દાવ ડિક્લેર કરી નાખ્યો હતો. જોકે રમતને અંતે વેસ્ટ ઈન્ડિઝ ૧૩ રનમાં એક વિકેટ ગુમાવી ચુક્યું હતું અને લીદ સહિત એના એક વિકેટે 35 રન હતા. કાંગારૂઓનો બોલિંગ પાવર જોતાં કેરિબિયનો તેમને ખાસ કોઈ મોટો ટાર્ગેટ નહીં આપી શકે અને એક-બે દિવસમાં જ ટેસ્ટ મેચનું પરિણામ આવી જવાની શક્યતા છે.
વેસ્ટ ઇન્ડિઝના 311 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 289 રન બનાવ્યા હતા. એક તબક્કે ઓસ્ટ્રેલિયાએ 54 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ કેપ્ટન પેટ કમિન્સ ( ૬૪ અણનમ, ૭૩ બૉલ, એક સિક્સર, આઠ ફોર) અને વિકેટકીપર ઍલેક્સ કૅરી (૬૫ રન, ૪૯ બૉલ, એક સિક્સર, નવ ફોર)ની છઠ્ઠી વિકેટ માટેની ૯૬ રનની પાર્ટનરશીપે ટીમને વધુ ધબડકામાંથી બચાવી લીધી હતી. ઓપનર ઉસમાન ખ્વાજા (૭૫ રન, ૧૩૧ બૉલ, દસ ફોર)નું પણ ઓસ્ટ્રેલિયાના ૨૮૯/૯ ડિક્લેર્ડના સ્કોરમાં મહત્વનું યોગદાન હતું. તેની અને કમિન્સ વચ્ચે આઠમી વિકેટ માટે ૮૧ રનની ઉપયોગી ભાગીદારી થઈ હતી.
કેરિબિયન બોલર અલ્ઝારી જોસેફે ચાર અને કીમાર રોચે ત્રણ વિકેટ લીધી હતી.
ઓપનિંગમાં સ્ટીવ સ્મિથ (૬ રન) ફરી એકવાર ફ્લૉપ ગયો હતો.
ઓસ્ટ્રેલિયા સીરિઝમાં 1-0થી આગળ છે.