IPL 2024સ્પોર્ટસ

IPL 2024: CSK vs RCB વચ્ચેની પહેલી મેચનું બુકિંગ શરૂ, જાણો શું હશે કિંમત?

ચેન્નઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની પહેલી મેચને માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે. ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે રમાશે. CSK vs RCB મેચની ટિકિટ બુકિંગ શરૂ થઈ ગઈ છે અને તમે ઘરે બેઠા પણ ટિકિટનું બુકિંગ કરી શકો છે.

22 માર્ચે CSK vs RCBની મેચ પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન કર્યું છે. આ મેચની ટિકિટની કિંમત 1,700 રૂપિયાથી શરૂ થઈને 7,500 રૂપિયા સુધી છે. મોટા ભાગને લોકોએ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી લેતા ટૂંક સમયમાં જ આ બુકિંગ બંધ થવાની છે.


CSK vs RCBની મેચની ટિકિટ અનેક ટિકિટ બુકિંગ ઍપ પર શરૂ થઈ ગયું છે. આ મેચમાં લોવર અને અપર લેવલની સીટ માટે ટિકિટ 1700થી 4500 રૂપિયાથી રાખવામાં આવી છે, અને સૌથી મોંઘી કેએમકે ટેરેન્સ સીટ છે જેની કિંમત 7500 રૂપિયા છે.


મળતા અહેવાલ મુજબ ઓનલાઇન ટિકિટ બૂકિંગ માટે લોકોને માત્ર સાત મિનિટમાં પેમેન્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે અને જો કોઈ વ્યક્તિ ટિકિટ બુક કરીને પેમેન્ટ ન કરે તો સાત મિનિટ બાદ આપોઆપ ટિકિટ કેન્સલ થઈ જાય છે એવો એક ક્રિકેટપ્રેમીએ દાવો કર્યો હતો.


પાંચ વખત આઇપીએલનો ખિતાબ જીતનાર સીએસકે અને સૌથી લોકપ્રિય ટીમ આરસીબીની મેચ ટિકિટો બ્લેકમાં ન વેચાય તે માટે પ્રશાસન પણ એલર્ટ થઈ ગયું છે, અને ટિકિટના વેચાણ પર નજર રાખી રહ્યું છે. ટિકિટ હોલ્ડ કરનારને લીધે બીજા લોકોને મેચની ટિકિટ ન મળતા સાત મિનિટમાં ટિકિટ બુકિંગ કરવામાં આવે એવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…