
અત્યારે ક્રિકેટપ્રેમીઓ પર IPLનો ફીવર છવાયેલો છે અને જ્યાં જુઓ ત્યાં બસ લોકો આઈપીએલ વિશે જ વાત કરી રહ્યા છે. ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં CSKએ GTને હરાવીને મેચ જિતી લીધી હતી. આ જ મેચમાં આપણા કેપ્ટન કૂલ Mahendra Singh Dhoniએ કંઈક એવું કર્યું હતું કે જે જોઈને સ્ટેડિયમમાં ઉપસ્થિત તમામ લોકોના શ્વાસ થંભી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
વાત જાણે એમ છે ગુજરાત ટાઈટન્સનો બેટ્સમેન વિજય શંકર 12 રનના સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો. ડેરિલ મિચેલના ઓફ સ્ટમ્પથી બહાર જઈ રહેલા બોલ પર વિજય શોટ રમવા ગયો અને એ સમયે ધોનીએ ફ્લાઈંગ કેચ પકડીને વિજયને કેચ આઉટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ધોનીનો આ ફ્લાઈંગ કેચનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
ધોનીના આ કરતબ બાદથી જ સોશિયલ મીડિયા, કમેન્ટ્રી બોક્સ, જ્યાં જુઓ ત્યાં બસ 42 વર્ષીય માહીના વખાણ થઈ રહ્યા છે. લોકો તેની સ્ફૂર્તી અને ફિટનેસના દિવાના થઈ ગયા છે. આ સમયે ધોનીનો રિએક્શન ટાઈમ માત્ર .60 સેકન્ડ્સનો હતો એટલે કે માહીએ એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ધોનીએ આ કેચ કમ્પલિટ કરી દીધી હતી.
માહીએ જેવો કેચ પકડ્યો કે આખું સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું.
સીએસકેના તમામ પ્લેયર્સે જઈને માહીને શુભેચ્છા આપી હતી અને તેમનું રિએક્શન જોઈને એવું લાગી રહ્યું કે તેઓ પણ ધોની ફિટનેસને લઈને કોમ્પલિમેન્ટ્સ આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ક્ષણની થોડીક જ વાર બાદ અજિંક્ય રહાણેએ પણ એક શાનદાર કેચ પકડ્યો હતો અને તેણે આગળની દિશામાં ડાઈવ લગાવીને ડેવિડ મિલરને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો.