સ્પોર્ટસ

CSK-RR વચ્ચે રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસન વચ્ચેનો સોદો અટક્યો! જાણો છે કારણ

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચા થઇ રહી છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ(RR) અને ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) ખેલાડીઓની અદલાબદલી કરી શકે છે. ખાસ કરીને રવિન્દ્ર જાડેજા-સંજુ સેમસનનો સંભવિત સોદો હાઈલાઈટ્સ રહ્યો છે, એવામાં અહેવાલ છે કે આ સોદો હાલ અટકી પડ્યો છે.

અહેવાલ મુજબ, ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સે લગભગ 48 કલાક પહેલા ખેલાડીઓની અદલાબદલી માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) શરૂ કરી હતી, પરંતુ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) ને હજુ સુધી સત્તાવાર વિનંતી મળી નથી. હવે આ સોદામાં વિલંબ થઇ શકે છે.

ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બન્યો કારણ:
સોદામાં વિલંબનું કારણ ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કુરન છે, CSK સેમસન સામે જાડેજા અને કુરનને RRને આપવાની તૈયારી કરી રહી છે. જાડેજા અને સેમસન બંને ભારતીય ખેલાડીઓ છે, CSK અને RR આ સોદો સરળતાથી કરી શકે છે. પરંતુ સેમ કુરનને CSK થી RRમાં સમાવવામાં તકલીફ ઉભી થઇ છે. કેમ કે કુરન એક વિદેશી ખેલાડી છે, અને RRનો વિદેશી ખેલાડીઓનો ક્વોટા પહેલેથી જ ફૂલ થઇ ગયો છે.

રોયલ્સ પાસે જોફ્રા આર્ચર, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, મહિશ થીકશાના, ફઝલહક ફારૂકી, ક્વેના માફાકા, નાન્દ્રે બર્ગર અને લુઆન-ડ્રે પ્રિટોરિયસ મળીને કુલ આઠ વિદેશી ખેલાડીઓ છે અને 14 ભારતીય ખેલાડીઓ છે. IPLના નિયમ મુજબ કોઈ પણ ફ્રેન્ચાઈઝી 8થી વધુ વિદેશી ખેલાડીઓને રાખી શકે નહીં, જેને કારણે હાલ સેમ કુરને RRમાં સામેલ કરી શકાય તેમ નથી અટકાવે છે. RRને આઠમાંથી ઓછામાં કોઈ એક વિદેશી ખેલાડીને રિલીઝ કરવો પડશે.

RR કોને છૂટો કરશે?
આઠ વિદેશી ખેલાડીઓનાં ક્વોટા ઉપરાંત આ સોદામાં પૈસા પણ એક મોટો મુદ્દો છે. રોયલ્સ પાસે ખેલાડીઓના પર્સમાં ફક્ત 30 લાખ રૂપિયા બાકી રહ્યા છે, જ્યારે ગત ઓક્શનમાં CSKએ કુરનને 2.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

રૂ.2.4 કરોડથી વધુના કરાર વાળા કોઈ વિદેશી કોઈ ખેલાડીને રિલીઝ કર્યા સિવાય RR કુરનને ટીમમાં સામે કરી શકશે નહીં. અહેવાલ મુજબ RR તેના બે શ્રીલંકન સ્પિનરો – વાનિન્દુ હસરંગા (રૂ. 5.25 કરોડ) અને મહિષ થીક્ષના (રૂ.4.40 કરોડ)માંથી એકને રિલીઝ કરવાનું વિચારી રહી છે.

15 નવેમ્બરની રીટેન્શન ડેડલાઇન પૂર્ણ થયા બાદ તમામ ફ્રેન્ચાઇઝીઓ રીટેન કરેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી બહાર પાડે ત્યાર બાદ જ આ સોદા અંગે નિર્ણય લેવામાં આવશે.

આપણ વાંચો:  ગુજરાત જીત્યું, પણ સૌરાષ્ટ્ર ઉપરાંત બરોડાની મૅચ પણ ડ્રૉમાં ગઈ…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button