રોનાલ્ડો લૅપલૅન્ડ ટાપુ પર ફૅમિલી સાથે સાન્તા ક્લોઝને મળ્યો
લૅપલૅન્ડઃ ફૂટબૉલનો સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પરિવાર સાથે યુરોપમાં ફિનલૅન્ડના લૅપલૅન્ડ ટાપુ પર ગયો છે જ્યાં બુધવારે તેઓ સાન્તા ક્લોઝને મળ્યા હતા. રોનાલ્ડ પરિવાર સાથે ક્રિસમસનું વેકેશન ઉજવવા પરિવારજનો સાથે આ ટાપુ પર પહોંચ્યો છે. રોનાલ્ડોએ યુટ્યૂબ ચૅનલ પર કહ્યું, `અમારા માટે આ સ્પેશિયલ ડે છે. અમે સાન્તા ક્લોઝને મળ્યા એટલે અમારો દિવસ વધુ સારો થઈ ગયો.’ પોર્ટુગલનો આ સૉકર-સિતારો બરફથી છવાયેલા વિસ્તાર વચ્ચે ઠંડાગાર પાણીમાં નાહ્યો પણ હતો. યુટ્યૂબ પર 10 મિનિટનો વિડિયો રિલીઝ થયો છે જેમાં રોનાલ્ડો તેની પાર્ટનર જ્યોર્જિના રૉડ્રિગેઝ તેમ જ તેમના બાળકો સાથે જોવા મળે છે.
Also read: રોનાલ્ડોનો વર્લ્ડ રેકોર્ડ, પ્રથમ ફૂટબોલર બન્યો જેણે…
રોનાલ્ડો લા લિગા લીગમાં રિયલ મૅડ્રિડ વતી અને ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ વતી રમ્યો છે. હાલમાં તેનો સાઉદી અરેબિયાની અલ-નાસર ટીમ સાથે કૉન્ટ્રૅક્ટ છે. રોનાલ્ડો 9મી જાન્યુઆરી સુધી વેકેશન પર છે. તેણે લૅપલૅન્ડ ટાપુ પરથી સોશિયલ મીડિયા મારફત ચાહકોને ક્રિસમસ નિમિત્તે શુભેચ્છા આપી હતી.