સેહવાગે લખી કવિતા, રોહિતે હૃદયસ્પર્શી તસવીર શૅર કરી અને કોહલીએ ભાવુક પોસ્ટ મૂકી
આઝાદી દિન નિમિત્તે સચિનની પણ દેશવાસીઓને હાર્દિક શુભકામના

નવી દિલ્હીઃ 79મો સ્વાતંત્ર્ય દિવસ દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો અને આ અવસરે (Occasion) નામાંકિત ક્રિકેટરોએ અલગ સ્ટાઇલમાં સોશ્યલ મીડિયા પર દેશવાસીઓને શુભકામના આપી.
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેન્ડુલકરે (Tendulkar) તિરંગા સાથેની સુંદર તસવીર એક્સ’ પર પોસ્ટ કરી હતી, સેહવાગે સુંદર કવિતાના રૂપમાં આઝાદી દિનની શુભેચ્છા આપી હતી, જ્યારે રોહિત શર્મા (Rohit Sharma)એ ગયા વર્ષે જીતેલા ટી-20 વર્લ્ડ કપ સમયની રાષ્ટ્રધ્વજ (Tricolour) સાથેની તસવીર શૅર કરી હતી અને વિરાટ કોહલીએ ભાવુક પોસ્ટ મૂકીને દેશના વીર-જવાનોને નમન કર્યા હતા.
આપણ વાંચો: સેહવાગે ઑપરેશન સિંદૂર’ની વાહ-વાહ કરતા કહ્યું,અગર કોઈ આપ પર પત્થર ફેંકે તો…
તાજેતરમાં જ વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (ડબ્લ્યૂસીએલ)માં પાકિસ્તાન સામેની બે મૅચનો બહિષ્કાર કરવામાં આગેવાની લેનાર શિખર ધવને મેરા ભારત, મેરી શાન…આ ધરતીનો પુત્ર હોવાનો મને ગર્વ છે’ એવા સંદેશવાળી પોસ્ટ લખી હતી.
વર્ષ 2013 સુધીની 24 વર્ષની શાનદાર કરીઅર માણ્યા પછી પણ કરોડો ચાહકોના દિલમાં પહેલાંની જેમ જ વસેલા સચિન તેન્ડુલકરે એક્સ' પર રાષ્ટ્રધ્વજ સાથેની તસવીરની કૅપ્શનમાં
સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા! જય હિંદ’ લખીને તિરંગાનું ઇમોજી પણ જોડ્યું હતું.
આપણ વાંચો: સેહવાગે કહ્યું, ‘Team Indiaને કોચિંગ આપતો રહું તો મારા બન્ને દીકરાઓને…’
વીરેન્દર સેહવાગ (Sehwag) હંમેશાં સોશ્યલ મીડિયામાં અનોખી સ્ટાઇલમાં સંદેશ આપતો હોય છે. તેણે એક્સ’ પર કવિતા લખીને આઝાદી દિનના પાવન અવસરે શુભેચ્છા પાઠવી હતી. તેણે હિન્દીમાં આ કવિતા લખી છે, કુછ નશા તિરંગે કી આન કા હૈ, કુછ નશા માતૃભૂમિ કી શાન કા હૈ…હમ લહરાએંગે હર જગહ યે તિરંગા, નશા યે હિન્દુસ્તાં કે સમ્માન કા હૈ…સ્વતંત્રતા દિવસ કી હાર્દિક શુભકામનાએં’
રોહિત શર્માના સુકાનમાં ભારત 2024ના ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યું હતું. ત્યારે (29મી જૂને) બ્રિજટાઉનમાં ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી અને હર્ષોલ્લાસ વચ્ચે રોહિતે બ્રિજટાઉનના મેદાનમાં તિરંગો રાખ્યો હતો જે તસવીર ખુદ રોહિતે સોશ્યલ મીડિયામાં આઝાદી દિનની શુભેચ્છારૂપે પોસ્ટ કરી છે.
ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત અને રવીન્દ્ર જાડેજા ઉપરાંત વિરાટ કોહલીએ પણ ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. કોહલીએ આઝાદી દિન નિમિત્તે એક્સ’ પર એક ક્લિપ શૅર કરી હતી જેમાં લખ્યું હતું, આજે આપણે આઝાદીમાં ખુશખુશાલ છીએ, કારણકે તેમણે (સ્વાતંત્ર્ય વીરોએ) અતૂટ સાહસ સાથે આપણને સ્વતંત્રતા અપાવી હતી.
ચાલો, આપણે હર્ષોલ્લાસથી ભરપૂર સ્વાતંત્ર્ય દિને આપણા વીર જવાનોના બલિદાનોને સલામ કરીએ અને તેમનું હાર્દિક સમ્માન કરીએ. ભારતીય હોવાનો મને ગર્વ છે. જય હિંદ. સ્વતંત્રતા દિવસની શુભકામના.’