ચહલના ટી-શર્ટ મેસેજ પર એક્સ વાઈફે આપ્યો જવાબ! જાણો શું લખ્યું…

મુંબઈ: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને અભિનેત્રી ધનશ્રીના છૂટાછેડા બાદ અવાર નવાર સમાચારોની હેન્ડલાઈનમાં રહે છે. આ વચ્ચે ડિવોર્સના દિવસે ચહલે પહેરાલા ટીશર્ટે પણ વિવાદ સર્જ્યો હતો. આ ટીશર્ટ પર “Be Your Own Sugar Daddy” લખેલું હતું. આ ટીશર્ટને લઈ પુછવામાં આવેલા પ્રશ્ન પર તેને જવાબ આપ્યો કે આ એક મેસેજ હતો. આ નિવેદન બાદ ધનશ્રીની દુબઈ ટ્રિપની પોસ્ટથી નવો વિવાદ ઊભો થયો છે. જેને ચહલના મેસેજનો જવાબ માનવામાં આવે છે.
ધનશ્રી વર્માએ તાજેતરમાં દુબઈ ટ્રિપની તસવીરો શેર કરી, જેમાં તેમણે લખ્યું કે લાંબા સમય બાદ દુબઈ પાછા ફરવું ખૂબ આનંદદાયક છે. તેમણે દુબઈના હિન્દુ મંદિરની મુલાકાતને શાંતમય અનુભવ ગણાવ્યો. ધનશ્રીએ પોતાની પોસ્ટમાં “વિકાસ, જડો અને પુનઃજોડાણ” માટે આભાર માન્યો. ચાહકો આને ચહલની ટી-શર્ટના મેસેજની પ્રતિક્રિયા માની રહ્યા છે.
ચહલે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેમની ટી-શર્ટનો હેતુ ડ્રામા નહોતો, પરંતુ એક સંદેશ આપવાનો હતો. તેમણે કહ્યું કે ધનશ્રી તરફથી કેટલીક બાબતો થઈ, જેના કારણે તેમણે આ રીતે પ્રતિક્રિયા આપી હતી. ચહલે કહ્યું, “જ્યારે સામે થી કંઈક થયું, તો મેં કહ્યું કે હવે સંભાળો, મને કોઈની પરવા નથી.” આ નિવેદનથી ચાહકોમાં ચર્ચા શરૂ થઈ, અને ધનશ્રીની પોસ્ટે વિવાદને વધુ હવા આપી.
ધનશ્રીની દુબઈ પોસ્ટમાં “વિકાસ” અને “પુનઃજોડાણ”નો ઉલ્લેખ ચાહકો ચહલના નિવેદનના જવાબ તરીકે જુએ છે. તેમનું દુબઈના હિન્દુ મંદિરની મુલાકાત અને સંસ્કૃતિ સાથે જોડાણની વાત એક સકારાત્મક સંદેશ તરીકે જોવામાં આવે છે. ચાહકોનું માનવું છે કે ધનશ્રીએ આ પોસ્ટ દ્વારા પોતાની આગળ વધવાની અને સ્વતંત્ર રહેવાની ભાવના વ્યક્ત કરી છે, જે ચહલની ટી-શર્ટના સંદેશનો જવાબ હોઈ શકે.
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જન્માવી છે. ચહલ અને ધનશ્રીના ચાહકો બંનેના નિવેદનો અને પોસ્ટને જુદા જુદા રીતે અર્થઘટન કરી રહ્યા છે. જ્યાં ચહલની ટી-શર્ટને એક બોલ્ડ સંદેશ તરીકે જોવામાં આવી, ત્યાં ધનશ્રીની પોસ્ટને તેના જવાબમાં સકારાત્મક અને આત્મનિર્ભરતાનો સંદેશ માનવામાં આવે છે. આ વિવાદે બંનેના વ્યક્તિગત જીવન પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે, અને આગળ શું થશે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો…ફાઇનલ બાદ મહિલા ઍન્કરને જ્યારે ટૂર્નામેન્ટના માલિકે પ્રપોઝ કરીને ચોંકાવી દીધી!