ક્યારેક ખેલાડી નિવૃત્તિ જાહેર કર્યા બાદ એ પાછી ખેંચી લેતો હોય છે, પરંતુ ભારતમાં એ…
નવી દિલ્હી/બ્રિસ્બેનઃ ભારતના સ્પિન-લેજન્ડ્સમાં ગણાતા રવિચન્દ્રન અશ્વિને અચાનક જ નિવૃત્તિ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા છે. જૂન, 2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર અશ્વિન નવેમ્બર, 2011માં પહેલી વાર ટેસ્ટ રમ્યો હતો અને તાજેતરમાં ઍડિલેઇડમાં રમાયેલી પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટ તેની અંતિમ ટેસ્ટ બની છે. તેની 14 વર્ષની કારકિર્દી પર પડદો તો પડી ગયો, પણ કોઈકના મનમાં સવાલ થતો હશે કે કોઈ ક્રિકેટર રિટાયરમેન્ટર જાહેર કર્યા બાદ એ જાહેરાત પાછી ખેંચીને ફરી રમવા આવી શકે કે નહીં? જોકે સામાન્ય રીતે ભારતના કિસ્સામાં આવું નથી બનતું હોતું.
આ પણ વાંચો : IND vs AUS 3rd Test: ગાબા ટેસ્ટ ડ્રો રહી, પાંચમા દિવસે વરસાદે પાડ્યું વિઘ્ન
નિવૃત્તિ પાછી ન ખેંચી શકાય એ માટે કોઈ નિયમ તો નથી, પરંતુ ક્યારેક કેટલાક દેશના ખેલાડીઓમાં (ખાસ કરીને પાકિસ્તાનના પ્લેયર્સમાં) નિવૃત્તિ પાછી ખેંચી લેવાની ઘટના બની ચૂકી છે. ક્યારેક તો એક નહીં, પણ બે વાર જાહેરાત થયા પછી પણ ખેલાડી રમવા આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે 2022ના ટી-20 વર્લ્ડ કપમાં અશ્વિન રમ્યો હતો. પાકિસ્તાન સામેની મૅચમાં ભારતે છેલ્લા બૉલ પર જીતવા બે રન બનાવવાના હતા. અશ્વિન સ્ટ્રાઇક પર હતો અને મોહમ્મદ નવાઝ બોલિંગમાં હતો. નવાઝનો બૉલ લેગ સ્ટમ્પની બહાર પડ્યો, પણ એ વાઇડ બૉલ હતો. ત્યાર પછીના બૉલમાં અશ્વિને ભારતને જિતાડી દીધું હતું. ત્યારે અશ્વિને કહેલું કે જો એ બૉલમાં હું ભારતને ન જિતાડી શક્યો હોત તો મેં સંન્યાસ જ લઈ લીધો હોત.
નવાઝનો બૉલ ટર્ન થઈને મારા પૅડને વાગ્યો હોત તો અને મેં વિકેટ ગુમાવી દીધી હોત તો ત્યાર બાદ હું ડ્રેસિંગ-રૂમમાં ગયો હોત અને ટવિટર પર મારું અકાઉન્ટ ખોલીને ટવીટ કર્યું હોત કે ખૂબ ખૂબ ધન્યવાદ, મારી ક્રિકેટ-કરીઅર શાનદાર રહી.’ હવે અશ્વિને ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસમાં અધવચ્ચે જ રિટાયરમેન્ટ જાહેર કરીને બધાને સ્તબ્ધ કરી દીધા છે. અશ્વિને ઓચિંતી જ જાહેરાત કરી દીધી એટલે તેને ફેરવેલ મૅચનો પણ મોકો પણ ન મળ્યો.
આ પણ વાંચો : અરુણ જેટલીના પુત્ર ફરી દિલ્હી ક્રિકેટના ચીફ, કીર્તિ આઝાદને 800 મતથી હરાવ્યા
હવે સવાલ એ છે કે કોઈ પ્લેયર સંન્યાસ લઈને એને પાછો ખેંચી શકે? તો જણાવી દઈએ કે કોઈ પણ ખેલાડી રિટાયરમેન્ટ જાહેર કર્યા પછી યુ-ટર્ન લઈ શકે છે. તાજેતરમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ પહેલાં રોહિત શર્માએ એક જાણીતી ઍપ પર કહ્યું હતું કેઆજના સમયમાં સંન્યાસ વર્લ્ડ ક્રિકેટમાં મજાક બનીને રહી ગયો છે. લોકો સંન્યાસ જાહેર કરે છે, પણ પછી પાછા રમવા આવી જાય છે. જોકે ભારતમાં આવું નથી બન્યું. હું અન્ય કેટલાક દેશોના ખેલાડીઓ વિશે મેં જોયું છે કે તેઓ સંન્યાસ લઈ લીધા પછી યુ-ટર્ન લઈ લેતા હોય છે.’