સ્પોર્ટસ

રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન આ કારણસર મોકૂફ રખાયા…

લખનઊઃ ક્રિકેટર રિન્કુ સિંહ અને સમાજવાદી પાર્ટી (સપા)ની સાંસદ પ્રિયા સરોજ (RINKU-PRIYA) વચ્ચેના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હોવાનું મનાય છે. તાજેતરમાં જ તેમની સગાઈ થઈ હતી. તેમના લગ્ન (marriage) 18મી નવેમ્બરે રાખવાનું નક્કી થયું હતું, પણ હવે ત્રણેક મહિના મોડા (postponed) રાખવામાં આવશે. વર્ષના અંત ભાગમાં રિન્કુએ ઘણી મૅચો રમવાની હોવાથી આ નિર્ણય લેવાઈ રહ્યો હોવાની ચર્ચા છે. તેના પૅક્ડ ક્રિકેટ શેડ્યૂલને લીધે હવે પ્રિયા સરોજ સાથેના તેના મૅરેજ ફેબ્રુઆરીમાં યોજાશે એવી સંભાવના છે.

જોકે તેમના લગ્નની ફાઇનલ ડેટ હવે જાહેર કરવામાં આવશે. આઠમી જૂને તેમણે સગાઈ કરી હતી. સગાઈ લખનઊની ફાઇવસ્ટાર હોટેલમાં આલિશાન હૉલમાં રાખવામાં આવી હતી જેમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, અભિનેત્રી અને સપાનાં નેતા જયા બચ્ચન, બીસીસીઆઇના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા તેમ જ બન્નેનાં નજીકના સંબંધીઓ, મિત્રો તેમ જ ભુવનેશ્વર કુમાર સહિત કેટલાક ક્રિકેટરો હાજર હતા.

ભારતીય ટીમ આગામી ઑક્ટોબર-નવેમ્બરમાં ત્રણ વન-ડે તથા પાંચ ટી-20 મૅચ રમવા ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ત્યાર બાદ નવેમ્બરમાં ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ત્રણેય ફૉર્મેટની સિરીઝ રમાશે. રિન્કુ હજી ટેસ્ટ-ક્રિકેટ નથી રમ્યો, પરંતુ વન-ડે અને ટી-20ની ટીમમાં તેનો સમાવેશ શક્ય હોવાથી તેણે લગ્ન ત્રણેક મહિના મોકૂફ રાખવાનું નક્કી કર્યું હોવાનું મનાય છે.

આપણ વાંચો :ક્રિકેટર-સાંસદની જોડી: રિંકુ સિંહ અને પ્રિયા સરોજની થઈ સગાઈ, જુઓ વીડિયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button