“આટલા રન ભારત માટે ઓછા છે”, પાકિસ્તાનના આ ખેલાડીને 297 રન ઓછા લાગ્યા
ગઈ કાલે હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે રમાયેલી ત્રીજી T20 મેચ (IND vs BAN)માં ભારતીય ટીમે 133 રને જીત મેળવી હતી. આ મેચ ભારત માટે ઐતિહાસિક રહી, ભારતીય બેટ્સમેનોની શાનદાર બેટિંગ કરતા અનેક રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા હતા. આ પ્રદર્શનથી સમગ્ર ક્રિકેટ જગત આશ્ચર્યચકિત છે, પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર બાસિત અલી(Basit Ali)એ ટીમ ઈન્ડિયાના ખૂબ વખાણ કર્યા છે. આ સિવાય તેણે તેના એક મિત્રની ખૂબ જ રસપ્રદ વાત પણ શેર કરી છે.
યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન બસીત અલીએ કહ્યું, “અમારો એક મિત્ર છે જે ટેસ્ટ ખેલાડી છે. તે લાહોરમાં રહે છે. હું તેમની સાથે મજાક કરતો રહું છું. મેં કહ્યું દોસ્ત, આજની મેચ જોઈ? તેણે પૂછ્યું કે કોની મેચ હતી. મેં કહ્યું ભારત અને બાંગ્લાદેશ. તે ચૂપ થઈ ગયો અને કંઈ બોલ્યો નહિ. મેં કહ્યું, જુઓ તેમણે 297 રન બનાવ્યા છે.”
આ પછી બાસિત અલીના મિત્રએ કહ્યું, ” મારા મતે આ રન ભારત માટે ઓછા છે.” આ દર્શાવે છે કે ભારતીય ટીમે પાકિસ્તાનના ખેલાડીઓને પણ પ્રભાવિત કર્યા છે. આ જવાબ પર બાસિત અલીએ કહ્યું કે, આ ભારત નહીં, આઈપીએલ 11 હતી. આમાં ભારતના સિનીયર ક્રિકેટરો ન હતાં, આ મેચમાં નવા આવનારા છોકરાઓ રમતા હતા.
ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન અભુતપૂર્વ રહ્યું. સંજુ સેમસને આક્રામક બેટિંગ કરી હતી તેણે 47 બોલમાં 236.17ની સ્ટ્રાઈક રેટથી 111 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. તેણે 11 ચોગ્ગા અને 8 શાનદાર છગ્ગા ફટકાર્યા હતાં.
કેપ્ટન સૂર્યાએ તે 35 બોલમાં 75 રન બનાવ્યા, તેણે 8 ચોગ્ગા અને 5 છગ્ગા લગાવ્યા. મિડલ ઓર્ડરમાં હાર્દિક પંડ્યાએ 18 બોલમાં 47 રન અને રેયાન પરાગે 13 બોલમાં 34 રનની ઝડપી ઇનિંગ રમી.
298 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 164 રન જ બનાવી શકી હતી. રવિ બિશ્નોઈએ બોલિંગમાં શાનદાર દેખાવ કર્યો હતો. જેણે 30 રન આપીને 3 વિકેટ લીધી હતી.