સ્પોર્ટસ

ચૅમ્પિયન્સ ટ્રોફીના ઓપનિંગમાં જ પાકિસ્તાનની ફજેતી, ક્રિકેટ ક્રેઝીઓ સ્ટેડિયમની દીવાલ પર ચડી ગયા!

લાહોરઃ પાકિસ્તાનમાં 29 વર્ષ પછી પહેલી વાર આઇસીસી ક્રિકેટ ઇવેન્ટ યોજાવાની છે એટલે આ ક્રિકેટ ક્રેઝી દેશના લોકો એની મૅચો જોવા માટે તત્પર હોય જ અને એમાં જો ઓપનિંગ સેરેમની જોવા જરાસરખી પણ તક મળવાની હોય તો એ શું કામ ચૂકે? ગુરુવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં સાંજે વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી માટેનો પ્રારંભિક સમારોહ યોજાયો હતો જે જોવા માટે જેમને તક નહોતી મળી એમાંના કેટલાક લોકો એ સમારંભ જોવા માટે સ્ટેડિયમની દીવાલ પર તેમ જ વાડ પર ચડી ગયા હતા.

ચૅમ્પિયન્સ ટ્રોફીની ઓપનિંગ સેરેમનીને લગતો વીડિયો વાઇરલ થયો હોવાનું મનાય છે. કહેવાય છે કે ક્રિકેટલવર્સની આ ઘુસણખોરી' સ્ટેડિયમના વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન્સ (વીઆઇપી)ના વિભાગની દીવાલ પરથી થઈ હોવાનું મનાય છે.

વાઇરલ થયેલો વીડિયો તેમ જ ફોટો લાહોરમાં ગુરુવારે સાંજે 7.00 વાગ્યે શરૂ થયેલી ઓપનિંગ સેરેમનીનો જ હતો એ બાબતને પુષ્ટિ તો નહોતી મળી, પરંતુ પાકિસ્તાન કે જ્યાં વર્ષોથી વિશ્વના સૌથી લોકપ્રિય ભારતીય ક્રિકેટરો રમવા ન આવતા હોય અને જ્યાં ત્રણ દાયકા પછી પહેલી વાર મોટી ક્રિકેટ સ્પર્ધા યોજાવાની હોય ત્યાં આવું ગાંડપણ થાય એ શક્ય છે.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટ્રાયેન્ગ્યૂલરમાં બબાલઃ ત્રણ પાકિસ્તાની ખેલાડીને ગેરવર્તન બદલ દંડ

ઉલ્લેખનીય છે કે 1996માં પાકિસ્તાને ભારત તથા શ્રીલંકા સાથેના સહયોગમાં વન-ડેના વર્લ્ડ કપનું જે આયોજન કર્યું હતું ત્યાર પછી 29 વર્ષમાં ક્યારેય કોઈ મોટી ક્રિકેટ સ્પર્ધા નથી યોજાઈ.

29 વર્ષથી ઓછી ઉંમરના ક્રિકેટપ્રેમીઓને તો પહેલી જ વાર પોતાના દેશમાં મોટી ક્રિકેટ સ્પર્ધા રમાતી જોવા મળશે, કારણકે છેલ્લે 1996માં ત્યાં જે વર્લ્ડ કપ યોજાયો હતો ત્યારે તેમનો જન્મ પણ નહોતો થયો.

ગુરુવાર રાતથી જમેઘઅપડેટસ’ના હૅન્ડલ પરથી શૅર થયેલા અને વાઇરલ થયેલા લાહોરના સ્ટેડિયમની ઘટનાવાળા વીડિયોને સાડાચાર લાખથી પણ વધુ લાઇક્સ મળી છે.

https://twitter.com/TimesAlgebraIND/status/1890080373431849322

આ ઘટના વિશે વિશ્વભરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે. કેટલાકે આ ઘટના પર જોક્સ અને મીમ્સ બનાવ્યા છે તો કેટલાકે એક્સ' પર જણાવ્યું છે કે ઓપનિંગમાં જ જો આવું થયું તો ક્રિકેટ મૅચ રમાશે ત્યારે સ્ટેડિયમમાં પ્રેક્ષકોની અને મેદાન પર ખેલાડીઓની સલામતી હશે ખરી? એકએક્સ’ યુઝર લખે છે, પાકિસ્તાનમાં પરમાણુ શસ્ત્રો કેટલા સલામત છે એ આ ઘટના પરથી જાણી શકાય એમ છે.' બીજો એક યુઝર લખે છે,પાકિસ્તાનમાં શરમ-બરમ જેવું કંઈ છે કે નહીં?’

ત્રીજો યુઝર રમૂજી ટિપ્પણીમાં લખે છે, વાહ! પાકિસ્તાનમાં ક્રિકેટની મોટી ઇવેન્ટનું ગૅ્રન્ડ ઓપનિંગ થયું!' ચોથા યુઝરે તો એનાથી પણ ચડિયાતી કમેન્ટમાં લખ્યું,આ વળી નવું! દીવાલ પર ચડતા આવડતું હોય તો પછી લાઇનમાં ઊભા રહીને રાહ શું કામ જોવાની!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button