IPL 2024સ્પોર્ટસ

બોલો, આખું ક્રિકેટ બોર્ડ સસ્પેન્ડ: આ દેશે લીધો નિર્ણય

કોલંબોઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ 2023માં શ્રી લંકાની ક્રિકેટ ટીમનું ખરાબ પ્રદર્શનને કારણે રમતગમત મંત્રાલયે સૌથી મોટો નિર્ણય લીધો છે. શ્રીલંકાના ક્રિકેટ બોર્ડને તાત્કાલિક ધોરણે બરતરફ કરવાનો નિર્ણય લઈને સરકારે ચોંકાવી નાખ્યા છે.

શ્રીલંકાના રમતગમત ખાતાના પ્રધાન રોશન રાનાસિંઘેએ ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું છે, જ્યારે એક વચગાળાની કમિટી પણ બનાવી દીધી છે. આ કમિટીના પ્રમુખપદે 1996માં શ્રી લંકાને વિશ્વવિજેતા (વર્લ્ડ કપ જીતાડનારા) બનાવી ચૂકેલા ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા કરશે.

કમિટીના ચેરમેનપદે અર્જુન રણતુંગા સિવાય પાંચ અન્ય લોકોનો સમાવેશ થાય છે, જે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પણ છે. આ કમિટીનું નિર્માણ પણ શ્રી લંકાના રમતગમત ખાતાના પ્રધાને લીધો છે, જે હાલમાં શ્રીલંકાના ક્રિકેટ બોર્ડનું પણ કામ જોશે.

શ્રી લંકાના ક્રિકેટ બોર્ડને અચાનક સસ્પેન્ડ કરવાનું સૌથી મોટું કારણ તો ભારતની સામે સૌથી નબળા પ્રદર્શનનું કારણ જવાબદાર છે. શ્રી લંકાની ટીમનું પ્રદર્શન પણ આઈસીસી ટૂર્નામેન્ટમાં પણ નિરાશાજનક રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં સાત મેચમાંથી બે મેચમાં જીત્યું છે, જ્યારે પાંચમાં હાર્યું છે. એટલું જ નહીં, શ્રીલંકાની નેટ રન રેટ પણ માઈનસ છે.

શ્રીલંકાના નબળા પ્રદર્શનની વધુ વાત કરીએ તો દસ ટીમમાંથી સાતમા ક્રમે છે, જેમાં બે મેચ રમવાની છે. બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલેન્ડ સામે મેચ રમશે, જેમાં જો જીતી જાય તો પણ શ્રીલંકાના આઠ પોઈન્ટ થશે, તેથી સેમી ફાઈનલમાં પણ બાદબાકી નક્કી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button