46 વર્ષના સ્પિનર ઇમરાન તાહિરે વર્લ્ડ રેકાર્ડ રચ્યો...
સ્પોર્ટસ

46 વર્ષના સ્પિનર ઇમરાન તાહિરે વર્લ્ડ રેકાર્ડ રચ્યો…

નોર્થ સાઉન્ડ (ઍન્ટિગા): સાઉથ આફ્રિકા તેમ જ ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને વેસ્ટ ઇન્ડિઝની કૅરિબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)ની ટીમો સહિત વિશ્વભરની કુલ 58 ટીમ વતી રમી ચૂકેલા 46 વર્ષીય સ્પિનર ઇમરાન તાહિરે સીપીએલની એક મૅચમાં પાંચ વિકેટ લઈને વિશ્વ વિક્રમ રચ્યો છે.

ટી-20 મૅચમાં પાંચ વિકેટની સિદ્ધિ ઘણા બોલર મેળવી ચૂક્યા છે, પણ તાહિરની ઉપલબ્ધિ અનોખી છે.

સાઉથ આફ્રિકા વતી 2011થી 2019 સુધીની આઠ વર્ષની કરીઅરમાં કુલ 300થી પણ વધુ વિકેટ લેનાર તાહિર ટી-20 ક્રિકેટની એક મૅચમાં પાંચ વિકેટ લેનાર સૌથી મોટી ઉંમરનો કૅપ્ટન બન્યો છે.

https://twitter.com/CPL/status/1959101474023104682

એટલું જ નહીં, 40 વર્ષની ઉંમર પાર કર્યા પછી ટી-20 મૅચમાં પાંચ વિકેટ લેનાર પણ તે વિશ્વનો પ્રથમ સુકાની છે. તેણે માલવી દેશના કૅપ્ટન મૉઆઝમ અલી બેગનો એક વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે. અલી બેગે 2024માં 39 વર્ષની ઉંમરે પાંચ વિકેટ લીધી હતી.

તાહિર સીપીએલ (CPL)માં ગયાના (GUYANA)ની ટીમનો કેપ્ટન છે. તેણે કૅપ્ટન તરીકે વર્લ્ડ રેકૉર્ડ રચ્યો જ છે, તે 46 વર્ષની વયે એક ટી-20 મૅચમાં પાંચ વિકેટ લેનાર બીજા નંબરનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બન્યો છે.

તાહિરની ઉંમર 46 વર્ષ અને 148 દિવસની છે. 2022માં કૂક આયલૅન્ડ્સના રિતાવા નામના ખેલાડીએ પાંચ વિકેટ લીધી ત્યારે તેની ઉંમર 46 વર્ષ અને 299 દિવસની હતી.

તેના નેતૃત્વમાં શુક્રવારે ગયાનાની ટીમે ઍન્ટિગા સામે 83 રનથી વિજય મેળવ્યો હતો.
તાહિર (Tahir) ટી-20 ફૉર્મેટમાં સૌથી વધુ વખત પાંચ વિકેટની સિદ્ધિ મેળવનાર બોલર્સમાં પાંચમા સ્થાને છે. ડેવિડ વિસે ટી-20 મૅચમાં સાત વખત પાંચ વિકેટ લીધી છે. શાહિદ આફ્રિદી, લસિથ મલિન્ગા, ભુવનેશ્વર કુમાર અને ઇમરાન તાહિરે પાંચ-પાંચ વખત ટી-20 મૅચમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી હતી.

આ પણ વાંચો…ભારતની ભૂતપૂર્વ ચૅમ્પિયન સ્વિમરના 120 ગોલ્ડ સહિત કુલ 150 મેડલ ચોરાઈ ગયા

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button