સ્પોર્ટસ

Copa America 2024: કૉપા અમેરિકામાં યજમાન યુએસએની દમદાર વિજયી શરૂઆત

આર્લિંગ્ટન (ટેક્સસ): અમેરિકામાં એક તરફ ક્રિકેટના ટી-20 વર્લ્ડ કપમાં યજમાન યુએસએની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે ત્યાં બીજી બાજુ એની જ ધરતી પર યુએસએની ફૂટબૉલ ટીમે કૉપા અમેરિકા 2024 સ્પર્ધામાં વિજય આરંભ કર્યો છે.
રવિવારે યુએસએની ટીમે પોતાની પહેલી જ મૅચમાં બોલિવિયાને 2-0થી પછડાટ આપી હતી.

ગ્રૂપ-સીની આ મૅચની ત્રીજી જ મિનિટમાં યુએસએના પુલીસીચે પહેલો ગોલ કર્યો હતો.

બીજો ગોલ યુએસએના ફૉલારિન બૅલોગને ફર્સ્ટ હાફની છેલ્લી ક્ષણોમાં કર્યો હતો. એ સાથે, યુએસએની ટીમે ઇન્ટરવલ પહેલાં 2-0થી સરસાઈ લીધી હતી. ત્યાર બાદ સેકન્ડ હાફમાં એકેય હોલ નહોતો થયો અને અમેરિકાની ટીમે છેવટે 2-0થી વિજય મેળવ્યો હતો.

રવિવારની અન્ય એક મૅચમાં ઉરુગ્વેએ પનામાને 3-0થી હરાવ્યું હતું.

ત્રણ દિવસ પહેલાં શરૂ થયેલી આ સ્પર્ધાની અન્ય મૅચોના પરિણામ આ મુજબ રહ્યા છે : આર્જેન્ટિનાનો કૅનેડા સામે 2-0થી વિજય, પેરુ-ચિલી મૅચ 0-0થી ડ્રો, વેનેઝુએલાનો ઈક્વાડોર સામે 2-1થી વિજય અને મેક્સિકોનો જમૈકા સામે 1-0થી વિજય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…