ક્રિકેટ જગતમાં અનોખો યોગાનુયોગ સર્જાયો: 24 કલાકમાં 3 બેટર્સ 3 રનથી સદી ચુક્યા…

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં દર રોજ રોમાંચક મેચ જોવા મળી રહ્યા છે, જેનો ક્રિકેટ ચાહકો ખુબ આનંદ માણી રહ્યા છે, બીજી તરફ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પણ પાંચ T20I મેચની સિરીઝ રમાઈ. છેલ્લા બે દિવસમાં IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ T20 મેચ રમાઈ અને તેમાં એક અનોખો યોગાનુયોગ સર્જાયો.
ત્રણ બેટર્સ 97 રન બનાવીને અણનમ રહ્યા:
મંગળવારે પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું. બુધવારે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને હરાવ્યું અને IPLમાં કોલકાતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું. ત્રણેય મેચોમાં, એક ખેલાડી એવો હતો જેણે તેની ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું પરંતુ તે સદી માત્ર ત્રણ રન દૂર રહ્યો. યોગાનુયોગ એવો સર્જાયો કે 97 રન બનાવનાર ત્રણેય ખેલાડી મેચમાં અણનમ રહ્યાં.
આ પણ વાંચો: આફ્રિકાનો આ દેશ જીતવામાં નિષ્ફળ, 2026ના ફિફા વર્લ્ડ કપમાં પહોંચવાનું હવે લગભગ અશક્ય
શ્રેયસ ઐયર:
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (PBKS vs GT) વચ્ચેની મેચમાં શ્રેયસ ઐયર(Shreays Iyer)એ 97 રનની અણનમ ઇનિંગ રમીને પંજાબ કિંગ્સને જીત અપાવી હતી. PBKS ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી, શ્રેયસ ઐયરે શાનદાર બેટિંગ કરી હતી, તેણે 97 રનની ઇનિંગમાં નવ છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા. તે સદી પૂરી કરે એવી ચાહકોને આશા હતી, પરંતુ શ્રેયસે છેલ્લી ઓવરમાં સ્ટ્રાઈક પર રહેલા શશાંક સિંહને મોટા શોટ ફટકારવા સ્ટ્રાઈક પર રહેવા કહ્યું, જેને કારણે શ્રેયસની સદી પૂરી થઇ શકી નહીં, જોકે શ્રેયાસે લોકોના દિલ જીતી લીધા.
ટિમ સીફર્ટ:
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચ T20I મેચની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડના ટિમ સીફર્ટે તોફાની ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાને પહેલા બેટિંગ કરીને ન્યુઝીલેન્ડને 129 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સીફર્ટે આવતાની સાથે જ આક્રમક બેટિંગ શરુ કરી, ન્યુઝીલેન્ડે માત્ર 10 ઓવરમાં રન ચેઝ કરી લીધા. ટિમ સીફર્ટ 97 રન બનાવીને અણનમ રહ્યો, એવું કહી શકાય કે તેણે એકલા હાથે ટીમને જીત અપાવી. જોકે ટિમ સદી પૂરી કરી શક્યો નહીં.
આ પણ વાંચો: મુંબઈની મહિલાઓ અન્ડર-23 ટ્રોફી વન-ડે સ્પર્ધામાં ચૅમ્પિયન…
ક્વિન્ટન ડી કોક:
બુધવારે સાંજે KKR અને RR વચ્ચેની મેચમાં KKR તરફથી દક્ષિણ આફ્રિકાના બેટર ક્વિન્ટન ડી કોકે જોરદાર ઇનિંગ રમી. ક્વિન્ટન ડી કોક 97 રન બનાવીને અણનમ રહ્યો. ડી કોકે 61 બોલમાં 97 રન બનાવ્યા, તેણે ઇનિંગમાં છ છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા.. KKR ની રન ચેઝ કરી રહી હોવાથી તે સદી પૂરી કરી શક્યો નહીં.