યશસ્વી જયસ્વાલ ટીમમાંથી બહાર થતા કોચનું છલકાયું દર્દ, કહ્યું કે….

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પહેલાથી જ વિશ્વના ઘણા ખેલાડીઓ બીજાને કારણે ટૂર્નામેન્ટ માંથી બહાર થઈ ગયા છે. ટીમ ઇન્ડિયાને પણ ઘણો મોટો ઝટકો લાગ્યો છે કારણ કે અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઇજાના કારણે ટૂર્નામેન્ટ માંથી બહાર થઈ ગયો છે. હવે યશસ્વી જયસ્વાલને પણ પગની ઘૂંટીમાં ઈજા થવાથી તે ચેમ્પિયન્સ ટ્રોફીની ખેલાડીઓની યાદીમાંથી બહાર થઈ ગયો છે. તેને પ્રોવિઝનલ ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ તેને અંતિમ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને તેના સ્થાને વરુણ ચક્રવર્તીને લેવામાં આવ્યો છે. જોકે, તેનો બિનપ્રવાસી ખેલાડીઓના વિકલ્પની યાદીમાં સમાવેશ સામેલ કરવામાં આવ્યો છે જેમાં મોહમ્મદ સિરાજ અને શિવમ દુબેનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયન ટીમનું શું થવા બેઠું છે?! ફાસ્ટ બોલર્સની આખી ફોજ ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર!
યશસ્વી જયસ્વાલને ટીમમાંથી બાકાત રાખવાથી તેના કોચ જ્વાલા સિંહને ઘણું દુઃખ થયું છે. તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા યશસ્વી અંગે આપેલા નિવેદનની યાદ દેવડાવી છે અને આશા વ્યક્ત કરી છે કે યશસ્વી ભવિષ્યમાં પણ વન-ડે માટે ચોક્કસપણે સારુ પ્રદર્શન કરશે. હા તેમણે પસંદગીકારોના નિર્ણયનો આદર કરવાની પણ વાત કરી છે.
જ્વાલા સિંહે કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું, જેને કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફીનો ભાગ બન્યો. રોૌહિત શર્માએ યશસ્વીની ઘણી વાર પ્રશંસા કરી છે અને તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમમાં સામેલ કરવા વિશે સકારાત્મક અભિગમ દર્શાવ્યો છે, પણ છતાંય ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં તેનું નામ સામેલ નથી થયું. જોકે, આપણે પસંદગીકારોના નિર્ણયનો આદર કરવો પડશે કે તેઓ કેવા પ્રકારનું ટીમ કોમ્બિનેશન શોધી રહ્યા છે. યશસ્વી હજી યુવાન છે અને ભવિષ્યમાં વધુ સારો બનશે. જોકે, આપણે બધાએ પસંદગીકારોના નિર્ણયનું સન્માન કરીને યશસ્વી માટે બીજી તકની રાહ જોવી જોઇએ.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો
યશસ્વી જયસ્વાલ વિદર્બ સામેની રણજી સેમિફાઇનલમાં ભાગ લેવાનો હતો, પણતેના ડાબા પગની ઘુંટીમાં દુખઆવાને કારણે તે ભાગ નહીં લઇ શકે. યશસ્વી બેંગલૂરુમાં બીસીસીઆઇ સેન્ટર ઑફ એક્સલન્સમાં ઇજાની તપાસ કરાવવા જશે. યશસ્વીની રણજી ટીમમાં ગેરહાજરી મુંબઇ માટે મોટો ફટકો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ આ પ્રકારે છેઃ
રોહિત શર્મા (કેપ્ટન) શુભમન ગિલ (વાઇસ કેપ્ટન) શ્રેયસ ઐયર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર) હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર
બિનપ્રવાસી ખએલાડીઓનો વિકલ્પઃ યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે