મહિલા ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં દર્દનાક દુર્ઘટના, વેસ્ટ ઈન્ડિઝની ખેલાડીને માથામાં વાગ્યો બોલ, જૂઓ વીડિયો…

Womens T20 World Cup: ICC મહિલા T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે બેટિંગમાં શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ પાંચ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ આ પછી વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ મેચમાં જોરદાર વાપસી કરીને ન્યૂઝીલેન્ડની ટીમને બેકફૂટ પર આવવા મજબૂર કરી દીધી હતી. ન્યૂઝીલેન્ડ 20 ઓવરમાં જ વિકેટના નુકસાન પર 128 રન બનાવ્યા હતા.
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝની ચેનલી હેનરીનો દુઃખદ અકસ્માત થયો હતો.
ઇનિંગ્સની 12મી ઓવરના પ્રથમ બોલે ન્યુઝીલેન્ડની એમેલિયા કારે ડિઆન્ડ્રા ડોટિન સામે હવામાં શોટ રમ્યો હતો. શોર્ટ લેન્થ બોલ પર એમેલિયાએ બોલને લોંગ ઓન તરફ હવામાં ફટકાર્યો, પરંતુ વેસ્ટ ઈન્ડિઝનો ફિલ્ડર ચેનલી હેનરી ત્યાં જ ઊભો હતો. હેનરી માટે આ ખૂબ જ આસાન કેચ હતો, પરંતુ બોલ તેની નજીક આવતા જ બોલ ચેનલીના હાથ વચ્ચેથી સરકી ગયો અને તેના માથા પર વાગ્યો. બોલ વાગતા જ ચેનલી નીચે પડી ગઈ અને રમત બંધ થઈ ગઈ. ચેનલી થોડીક સેકન્ડ માટે બેભાન થઈ ગઈ હતી. આ પછી, ફિઝિયો તરત જ મેદાનમાં આવ્યા અને ઇજાગ્રસ્ત વિસ્તાર પર છંટકાવ કર્યો. ઈજા તેના કપાળ અને આંખોની ઉપર થઈ હતી, તેથી હેનરીને મેદાનની બહાર લઈ જવામાં આવી હતી. જોકે સારી વાત એ હતી કે ચેનલી પોતે પોતાના પગ પર પેવેલિયન પરત ફરી હતી.